Filmfare Awards: એવું તે શું કે ઉર્વશીને બેસવા માટે 4 ખુરશીની પડી જરૂર!

18 February, 2020 01:29 PM IST  |  Mumbai Desk

Filmfare Awards: એવું તે શું કે ઉર્વશીને બેસવા માટે 4 ખુરશીની પડી જરૂર!

તાજેતરમાં જ બોલીવુડના પ્રતિષ્ઠિત અવૉર્ડ ફિલ્મફેર અવૉર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અવૉર્ડ સેરેમનીમાં બોલીવુડની અનેક હસ્તિઓ સામેલ થઈ હતી અને લોકોની નજર એક્ટ્રેસના ફેશન અને લૂક પર પણ રહી. બધી જ અભિનેત્રીઓ ખૂબ જ સુંદર દેખાતી હતી, પણ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના આઉટફિટની સૌથી વધારે ચર્ચા થઈ રહી. હકીકતે, તેણે રેડ કલરનું ગાઉન પહેર્યું હતું, જે હવે ચર્ચાઓમાં છે.

ઉર્વશી રૌતેલાનું આ ગાઉન ખૂબ જ હેવી હતું અને ખૂબ જ મોટું પણ હતું. ઉર્વશીએ પોતે આનો વીડિયો શૅર કર્યો છે, જેમાં તે સેરેમનીમાં રેડ ગાઉન પહેરેલી જોવા મળે છે. આ ગાઉન ખૂબ જ મોટું છે અને તેના બે-ત્રણ ફેશન અસિસ્ટન્ટ જ તેને સંભાળી રહી છે. પણ, ઉર્વશી આ ગાઉમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. હવે ઇન્ટરનેટ પર આ ગાઉનની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહી છે.

ખાસ વાત તો એ છે કે આ ગાઉન એટલું હેવી હતું કે ઉર્વશીને આ સંભાળવા માટે ચાર ખુરશીઓનો ઉપયોગ કરવો પડ્યો એટલે કે જ્યારે ઉર્વશી બેઠી તો તેના ગાઉનને સંભાળવા માટે ચાર ખુરશીઓની મદદ લેવી પડી. ઉર્વશીએ વીડિયો શૅર કરતાં જણાવ્યું કે તેણે ચાર ખુરશીઓ પર બેસવું પડ્યું હતું. સાથે જ તેણે પોતાની ટીમનો આભાર પણ માન્યો.

આ પણ વાંચો : જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ

વીડિયો શૅર કરતાં ઉર્વશીએ લખ્યું - મારી શાનદાર ટીમ વિના આ શક્ય ન હતું. સૌથી વધારે હેવી રેડ કારપેટ અનુભવ. ચાર ખુરશી પર બેસવું પડ્યું. જણાવીએ કે આ વખતે ફિલ્મફેરમાં ફિલ્મ ગલી બૉયનો જલવો રહ્યો અને ફિલ્મને 10 અવૉર્ડ્સ પણ મળ્યા. આ એવૉર્ડ્સમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ ડાયરેક્ટર વગેરે સામેલ છે.

bollywood bollywood news bollywood gossips urvashi rautela