Farhan Akhtarનો પુત્રી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

17 July, 2019 05:14 PM IST  |  મુંબઈ

Farhan Akhtarનો પુત્રી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

બોલીવુડ સ્ટાર ફરહાન અખ્તર છેલ્લા કેટલાક દિવસોથી એક્ટ્રેસ શિબાની દાંડેકર સાથે રિલેશનને લઈ ચર્ચામાં છે. બંનેની એકબીજા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થતી રહે છે. હવે ફરહાન અખ્તરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જો કે આ વીડિયોમાં શિબાની દાંડેકર નહીં પરંતુ કોઈ બીજું જ છે.

ફરહાન અખ્તરના સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં તે પોતાની પુત્રી સાથે દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં ફરહાન પુત્રી સાથે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. ફરહાન અખ્તરે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ફરહાન અખ્તર પોતાની પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ ચૂક્યા છે, પરંતુ તે બાળકો સાથે સમય પસાર કરવાની કોઈ તક નથી છોડતા.

આ પણ વાંચોઃ Vrajesh Hirjee: Golmaaalના 'નાગ' છે ગુજરાતી, કરી ચૂક્યા છે ગુજરાતી ફિલ્મ

આ વીડિયોમાં ફરહાન અખ્તર સ્વિમિંગ પૂલમાં પુત્રી સાથે મજા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફરહાન અખ્તરે અધુના સાથે લગ્ન કર્યા હતા. જો કે બંનેએ છૂટાછેડા લઈ લીધા છે. હવે ફરહાન અખ્તરનું નામ અભિનેત્રી અને એન્કર શિબાની દાંડેકર સાથે જોડાઈ રહ્યું છે. બંને એકબીજા સાથેના ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. જેનાથી એ સ્પષ્ટ છે કે બંને એકબીજા સાથે રિલેશન શિપમાં છે.

bollywood farhan akhtar