સમાજસેવાઓના ઉપયોગ પોતાની કળા માટે સેલેબ્સ બંધાયેલી નથી: ફારાહ

03 April, 2019 09:29 AM IST  | 

સમાજસેવાઓના ઉપયોગ પોતાની કળા માટે સેલેબ્સ બંધાયેલી નથી: ફારાહ

પેઇન્ટિંગના પાઠ ભણાવતી ફારાહ- વર્લ્ડ ઑટિઝમ ડે નિમિત્તે ફારાહ ખાને ગઈ કાલે વરલીમાં આવેલી એક આર્ટ ગૅલરીની મુલાકાત લીધી હતી. આર્ટિસ્ટ અર્ઝાન અને ઑટિસ્ટિક બાળકો સાથે મળીને ફારાહે પેઇન્ટિંગ કર્યું હતું. તસવીર : સુરેશ કરકેરા

ફારાહ ખાનનું કહેવું છે કે સેલિબ્રિટીઝ જ્યારે સમાજસેવા કરવા માટે જોડાય છે ત્યારે એની ખૂબ જ અસર જોવા મળે છે, પરંતુ પોતાની ફિલ્મો દ્વારા એને વાચા આપવા માટે તેઓ બંધાયેલી નથી. દરેકની પોતાની કળાને રજૂ કરવાની રીત અલગ હોય છે. કળા કોઈનાથી બંધાયેલી નથી એ વિશે વધુ જણાવતાં ફારાહે કહ્યું હતું કે ‘આર્ટમાં કોઈ પણ પ્રકારનું બંધન નથી અને મારા મતે કોઈ પણ બંધન હોવું પણ ન જોઈએ. આ તો પોતાની અંદરથી આવવું જોઈએ. સેલિબ્રિટીઝે કોઈ વિષય પર બોલવું હોય કે પછી એના પર પ્રકાશ પાડવો હોય એ જાતે નક્કી કરવું જોઈએ. દરેક વ્યક્તિનો અવાજ બુલંદ હોય અને તેમને કોઈ પણ વિષય પર કંઈ પણ બોલવા માટે કોઈનો ડર ન હોય એ જરૂરી નથી. જો તમને લાગે કે તમારે કોઈ સામાજિક કાર્ય કરવું જોઈએ તો તમારે એ વિશે આગળ પગલાં ભરવાં જોઈએ. બૉલીવુડની ફિલ્મોએ આ દિશામાં ઘણું કામ કર્યું છે. ‘તારે ઝમીન પર’નું ઉદાહરણ લઈએ તો એણે સજાગતા ફેલાવવામાં ખૂબ મદદ કરી હતી. હવે તો આપણી પાસે અનેક પ્લૅટફૉર્મ્સ હોવાથી આપણે એ કરી શકીએ છીએ.’

સમાજની મુખ્ય ધારામાં ઑટિસ્ટિક બાળકોને લાવવાની વાત કહી ફારાહ ખાને

માનસિક રૂપે અક્ષમ બાળકોને સમાજની મુખ્ય ધારામાં સામેલ કરવાની વાત પર ફારાહ ખાને ભાર મૂક્યો છે. બીજી એપ્રિલને વર્લ્ડ ઑટિઝમ ડે તરીકે મનાવવામાં આવે છે. ઑટિઝમ આપણા દેશ માટે એક મોટી સમસ્યા છે એવું જણાવતાં વર્લ્ડ ઑટિઝમ ડે પર ફારાહ ખાને ગઈ કાલે કહ્યું હતું કે ‘આપણા દેશમાં ઑટિસ્ટિક બાળકો પ્રતિ જાગૃતિનો અભાવ છે. ગયા વર્ષના ડેટા પ્રમાણે આપણા દેશની કુલ લોકસંખ્યાના લગભગ બે તૃતીયાંશ લોકો માનસિક રીતે અક્ષમ છે. એનો અર્થ એ થયો કે અઢી કરોડ લોકો આ બીમારીથી પીડાય છે.

આ પણ વાંચો : સિંગાપોરના મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં પોતાના વૅક્સના સ્ટૅચ્યુને લૉન્ચ કરશે કરણ

શું આપણે કદી તેમને સિનેમા, પાક્ર્સ કે મૉલ્સમાં જોયા છે? કારણ કે આ સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે. આવા લોકોને આપણી નૉર્મલ સોસાયટીમાં સામેલ કરવાની ખૂબ જરૂર છે. આવતા વર્ષે હું કદાચ આવાં બાળકો માટે ડાન્સની વર્કશૉપ આયોજિત કરીશ. આવાં બાળકોને કળા, પેઇન્ટિંગ અને ડાન્સ પર ખૂબ પ્રેમ હોય છે.’

farah khan bollywood news