લોકોને પોસ્ટલ સર્વિસનો ઉપયોગ કરવાની વિનંતી કરી શાહરુખ ખાને

25 August, 2019 12:33 PM IST  |  મુંબઈ

લોકોને પોસ્ટલ સર્વિસનો ઉપયોગ કરવાની વિનંતી કરી શાહરુખ ખાને

શાહરુખ ખાન તસવીર: બિપિન કોકાટે

શાહરુખ ખાને લોકોને વિનંતી કરી છે કે તેઓ જેમ બને એમ વધુ પ્રમાણમાં પોસ્ટલ સર્વિસનો ઉપયોગ કરે. ઇન્ટરનેટનાં યુગમાં પણ પોસ્ટનું અસ્તિત્વ જળવાઈ રહે એ માટે એનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. બાંદરા રેલ્વે સ્ટેશનનાં ૧૩૦ વર્ષ પૂરા થવા નિમીત્તે આયોજિત એક ઇવેન્ટમાં શાહરુખે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં એક સ્પેશ્યલ પોસ્ટલ સ્ટેમ્પ શાહરુખનાં હાથે લૉન્ચ કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન શિક્ષણ પ્રધાન આશિષ શેલાર, પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજર એ. કે. ગુપ્તા સહિત રેલવેનાં અનેક અધિકારીઓ પણ હાજર હતાં. કાગળ લખવામાં જે આનંદ હોય છે એ વિશે શાહરુખે કહ્યું હતું કે ‘મને લાગે છે કે પત્ર લખવામાં એક પ્રકારની સુંદરતા, રોમૅન્ટિક અને લવલી ઇમોશન્સ સંકળાયેલા છે. આજનાં ઇન્ટરનેટ અને ડિજીટાઇઝેશનનાં સમયમાં આપણી પોસ્ટલ સર્વિસ પાછળ રહી ગઈ છે. જોકે જે રીતે રેલવે અને પોસ્ટલ વિભાગે રેલવે સ્ટેશનનાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યા છે એ ખરેખર પ્રશંસાને યોગ્ય છે. મારું માનવું છે કે યુવા પેઢીને આપણાં દેશનાં ઇતિહાસ, પરંપરા અને આપણી વાસ્તુકળાની સુંદરતાનું જ્ઞાન હોવુ જરૂરી છે.

આ પણ વાંચો : સોનમને આયોડિનની ઊણપ વર્તાતાં લોકોને ભોજનમાં મીઠું લેવાની આપી સલાહ

હું દરેકને વિનંતી કરું છું કે જેમ બને એમ તમે વધારે પ્રમાણમાં પોસ્ટલ સર્વિસનો ઉપયોગ કરો. જોકે હું એટલો ઇન્ટિલીજન્ટ નથી, પરંતુ મારું માનવું છે કે પોસ્ટલ સર્વિસ ડિજીટલ સેટ અપ ઉભુ કરે કે જેનાં માધ્યમથી લોકોને ઇન્ટનેટની જેમ જ ફ્રીમાં લેટર મોકલવાની સગવડતા મળી રહે. એનાં દ્વારા પોસ્ટલ સર્વિસને જીવંત રાખી શકાશે. સાથે જ પત્ર લખવામાં જે રોમૅન્સ છુપાયેલો છે એ પણ અકબંધ રહેશે.’

Shah Rukh Khan bollywood news