દરેકની અંદર લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યુસર સમાયેલો હોય છે: શાહરુખ

03 July, 2019 09:55 AM IST  |  મુંબઈ

દરેકની અંદર લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યુસર સમાયેલો હોય છે: શાહરુખ

શાહરુખ

શાહરુખ ખાને જણાવ્યું હતું કે દરેક વ્યક્તિની અંદર લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યુસર સમાયેલો છે. મરાઠી ફિલ્મ ‘સ્માઇલ પ્લીઝ’નાં મ્યુઝીક અને ટ્રેલર-લૉન્ચ વખતે શાહરુખે હાજરી આપી હતી. આ ફિલ્મને ફૅશન ડિઝાઇનર વિક્રમ ફડણવીસે બનાવી છે, જે ૧૯ જુલાઈએ રિલીઝ થવાની છે. આ ફિલ્મ વિશે વધુ જણાવતાં શાહરુખે કહ્યું હતું કે ‘મારા મતે આપણાં બધામાં થોડો ઘણો લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યુસર સમાયેલો હોય છે.

એથી આપણી લાઇફનો અમુક ભાગ સ્પેશ્યલ ફિલ્મોમાં દેખાઈ આવે છે. મને ખાતરી છે કે વિક્રમે આ ખૂબ જ સ્પેશ્યલ ફિલ્મ બનાવી છે. બૅક-સ્ટેજ મેં વિક્રમને પૂછ્યું હતું કે તારી આ ફિલ્મ સારી છે કે નહીં? મારી હાલની ફિલ્મોનો રૅકોર્ડ જોતાં તો મને એ પૂછવાનો કોઈ અધિકાર નથી કે તે સારી ફિલ્મ બનાવે કા નહીં એ પૂછું.

આ પણ વાંચો : સોનમના ઇન્સ્ટાગ્રામ પર થયા 20 મિલ્યન ફૉલોઅર્સ

જોકે તમે જ્યારે ઘણાં વર્ષોથી કામ કરતાં હો તો તમે થોડી ઘણી મદદ કરી શકો છો. મેં તેને કહ્યું કે તું ઍક્શન અને કૉમેડી ફિલ્મ બનાવ પરંતુ તેણે કહ્યું કે મેં આ ફિલ્મ દિલથી બનાવી છે. એથી મને લાગે છે કે જે વસ્તુ દિલથી બનાવવામાં આવે એનાંથી સારી કોઈ વસ્તુ ના હોઈ શકે. આશા રાખું છું કે આ ફિલ્મ લોકોને પ‌ણ પસંદ પડશે.’

Shah Rukh Khan bollywood news