દોસ્તાના 2માં જોવા મળશે કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર

28 June, 2019 12:20 PM IST  | 

દોસ્તાના 2માં જોવા મળશે કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર

કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર

કરણ જોહરની ‘દોસ્તાના’ની સીક્વલ ‘દોસ્તાના 2’માં કાર્તિક આર્યન અને જાહ્‍નવી કપૂર જોવા મળશે. ‘દોસ્તાના’ ૨૦૦૮માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અભિષેક બચ્ચન, જૉન એબ્રાહમ અને પ્રિયંકા ચોપડા જોનસ જોવા મળી હતી. આ ફિલ્મની સીક્વલ માટે ત્રીજા ઍક્ટરની શોધ ચાલી રહી છે.

આ પણ વાંચો : અનુષ્કા શર્મા લંડનમાં માટીના વાસણ બનાવતાં શીખી રહી છે

આ વિશે ટ્‍‍વિટર પર કરણે ટ્વીટ કર્યું હતું કે ‘આ ફ્રેન્ચાઇઝી ભરપૂર પાગલપન લઈને આવવાની છે. કાર્તિક આર્યન અને જાહ્‍નવી કપૂર સાથે ત્રીજા ફ્રેશ ચહેરાને લૉન્ચ કરવામાં આવશે. આ ઍક્ટરની પસંદગી બાદ અમારી ત્રણ ઍક્ટરની શોધ પૂરી થશે. ફિલ્મને કૉલિન દકુન્હા ડિરેક્ટ કરશે. ફિલ્મનાં સુટેબલ બૉયની જલદી જાહેરાત કરવામાં આવશે.’

kartik aaryan janhvi kapoor bollywood news dostana