દિલ્હીના મૅડમ ટુસૉમાં દિલજિત દોસંજના વૅક્સના સ્ટૅચ્યુનું થયું ઉદ્ઘાટન

29 March, 2019 10:09 AM IST  | 

દિલ્હીના મૅડમ ટુસૉમાં દિલજિત દોસંજના વૅક્સના સ્ટૅચ્યુનું થયું ઉદ્ઘાટન

દિલજિત દોસંજ

દિલ્હીસ્થિત કનૉટ પ્લેસના મૅડમ ટુસૉમાં દિલજિત દોસંજના વૅક્સના સ્ટૅચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દિલજિત આ સ્ટૅચ્યુને જોઈને અચંબામાં મુકાઈ ગયો હતો, કેમ કે એ અદ્લ તેના જેવું જ દેખાઈ રહ્યું છે. આ સ્ટૅચ્યુને બ્લૅક ઍન્ડ રેડ કૅઝ્યુલ્સ પહેરાવવામાં આવ્યાં છે. તેના ગળામાં મોટું નેક પિસ અને માથા પર પાઘડી પણ છે. દિલજિતને ઘણા સમયથી લંડનના મૅડમ ટુસૉમાં જવાની ઇચ્છા હતી, પરંતુ તે કદી પણ ત્યાં જઈ નથી શક્યો. એવું પહેલી વાર બન્યું છે કે કોઈ સ્ટૅચ્યુએ પાઘડી પહેરી હોય. સીખ સમાજ માટે આ ગર્વની વાત છે એવું દિલજિતના ફૅન્સનું માનવું છે.

આ પણ વાંચો : સલમાન, શાહરૂખ, અજય કે અક્ષય, જાણો કોના ખાતામાં છે સૌથી વધુ 100 કરોડની ફિલ્મો

વૅક્સના સ્ટૅચ્યુ વિશે દિલજિતે કહ્યું હતું કે ‘મારું વૅક્સનું સ્ટૅચ્યુ બને એ વિશે તો મેં કદી ધાર્યું નહોતું, પરંતુ હું કદી મૅડમ ટુસૉમાં પણ જઈ શકીશ એ આશા પણ છોડી દીધી હતી.’

diljit dosanjh bollywood news