જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં ફારાહ ખાન અને દિયા મિર્ઝા બનશે જજ

07 June, 2019 11:21 AM IST  |  મુંબઈ

જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં ફારાહ ખાન અને દિયા મિર્ઝા બનશે જજ

દિયા મિર્ઝા

જાગરણ ફિલ્મ ફેસ્ટિવલના જજની પસંદગી થઈ ગઈ છે. બૉલીવુડની જાણીતી હસ્તીઓ ફારાહ ખાન, કેતન મેહતા, નિખ‌િલ અડવાણી, દિયા મિર્ઝા, લેખક-ડિરેક્ટર સમીર સક્સેના અને ‘બાહુબલી’ના પ્રોડ્યુસર શોબુ યર્લાગડ્ડા જજ બનવાનાં છે.

જાગરણ ફિલ્મ ફેસ્ટિવલની દસમી એડિશનની શરૂઆત ૧૮ જુલાઈથી થવાની છે. આ ફેસ્ટિવલ મુંબઈમાં ૨૯ સપ્ટેમ્બરે પૂર્ણ થાય એ પહેલાં અનેક શહેરો જેવાં કે કાનપુર, લખનઉ, અલ્લાહાબાદ, વારાણસી, લુધિયાણા, દેહરાદૂન, ઇન્દોર અને ભોપાલમાં પણ આયોજિત થવાનો છે. આ ફેસ્ટિવલમાં બેસ્ટ ફીચર ફિલ્મ્સ અવૉર્ડ અને બેસ્ટ શૉર્ટ ફિલ્મ્સ અવૉર્ડની પસંદગી આ જ્યુરી કરશે.

આ પણ વાંચો : સૂર્યવંશીમાં વિલનના નવા વર્ઝનમાં હું જોવા મળીશ : ગુલશન ગ્રોવર

આ બન્ને કૅટેગરીના માધ્યમથી ડિરેક્ટર્સ અને ફિલ્મમેકર્સને એક ઓળખ આપવાની સાથે જ તેમના કામને બિરદાવવામાં આવશે. આ જજીસ વિશે જાગરણ પ્રકાશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ બસંત રાઠોડે કહ્યું હતું કે ‘અમે અદ્ભુત જ્યુરીનું સ્વાગત કરતાં ખૂબ ખુશી અનુભવીએ છીએ. તેમણે ઘણી સારી ફિલ્મોમાંથી એક શ્રેષ્ઠ ફિલ્મની પસંદગી કરવાની છે.’

dia mirza farah khan bollywood news jagran film festival ketan mehta nikkhil advani