Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૂર્યવંશીમાં વિલનના નવા વર્ઝનમાં હું જોવા મળીશ : ગુલશન ગ્રોવર

સૂર્યવંશીમાં વિલનના નવા વર્ઝનમાં હું જોવા મળીશ : ગુલશન ગ્રોવર

07 June, 2019 11:15 AM IST | મુંબઈ

સૂર્યવંશીમાં વિલનના નવા વર્ઝનમાં હું જોવા મળીશ : ગુલશન ગ્રોવર

ગુલશન ગ્રોવર, અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી

ગુલશન ગ્રોવર, અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી


ગુલશન ગ્રોવર હવે રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’માં ફરી એક વાર વિલનના પાત્રમાં જોવા મળશે. તેનું કહેવું છે કે તે આ ફિલ્મમાં એક અલગ પ્રકારના વિલનની ભૂમિકામાં જોવા મળશે. તેમણે આ ફિલ્મનું વીસ દિવસનું શૂટિંગ પૂરું કર્યું છે અને હવે બીજા શેડ્યુલ માટે તૈયાર છે. આ વિશે વધુ જણાવતાં ગુલશન ગ્રોવરે કહ્યું હતું કે ‘ઘણા સમયથી હું નેગેટિવ પાત્ર નથી ભજવી રહ્યો. હું જ્યાં પણ જાઉં છું લોકો મને કહે છે કે તેઓ ઑન- સ્ક્રીન બૅડમૅનને મિસ કરે છે. એથી હું હવે મારા ફૅન્સને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવા માટે આવી રહ્યો છું. મને નેગેટિવ કૅરૅક્ટર ભજવવાનો ચાન્સ મળ્યો છે અને એ પણ એક મોટી ફિલ્મમાં. હું એ ફિલ્મમાં વિલન બન્યો છું. રોહિતે આ રોલને એક અલગ જ રીતે રજૂ કર્યો છે. તે આ પાત્રને એક નવી જ ઊંચાઈએ લઈ ગયો છે. હું ખૂબ આતુર છું કે લોકો વિલનના આ નવા વર્ઝનને જુએ. હું રોહિતનો આભાર માનું છું કે તે‌ણે એ પાત્રને પૂરો ન્યાય આપ્યો છે.’

આ પણ વાંચો : શાહરૂખ અને રાજકુમાર હીરાણી લવ-સ્ટોરીમા સાથે કામ કરશે?



‘સૂર્યવંશી’માં અક્ષયકુમાર લીડ રોલમાં જોવા મળશે. આ બન્નેએ કેટલીક ફિલ્મો જેવી કે ‘મોહરા’, સબ સે બડા ખિલાડી’ અને ‘હેરાફેરી’માં સાથે કામ કર્યું છે. અક્ષયકુમારની પ્રશંસા કરતાં ગુલશન ગ્રોવરે કહ્યું હતું કે ‘અક્ષય મારા ભાઈ જેવો છે. મેં જ્યારે પણ તેની સાથે કામ કર્યું છે મને એમ લાગે છે કે હું ઘરે આવ્યો છું. હું તેને ખૂબ પ્રેમ કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2019 11:15 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK