Dharmendra ફોટો શૅર કરીને કહ્યું,'હું આમને છોડીશ નહીં'

04 July, 2019 11:13 AM IST  |  મુંબઈ

Dharmendra ફોટો શૅર કરીને કહ્યું,'હું આમને છોડીશ નહીં'

બોલીવુડની લેજન્ડરી એક્ટર ધર્મેન્દ્ર જ્યારથી સોશિયલ મીડિયા પર આવ્યા છે, ત્યારથી તે આ પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય રહે છે. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સ અને ફોલોઅર્સ સાથે વાતચીત કરતા રહે છે. ક્યારેક પોતાના ફોટોઝ તો વીડિયોઝ પણ શૅર કરતા રહે છે. તાજેતરમાં જ ધર્મેન્દ્રએ એક ફોટો શૅર કરીને કંઈક એવું લખ્યું છે, જેનાથી ફેન્સને સવાલો થઈ રહ્યા છે. ધર્મેન્દ્રએ એ તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે એક જુદા જ ગેટઅપમાં દેખાઈ રહ્યા છે. આ તસવીર સાથે ધર્મેન્દ્રએ રસપ્રદ કેપ્શન આપ્યું છે, જેના પર ફેન્સ જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ધર્મેન્દ્રનો આ લૂક કોઈ ફિલ્મનો છે. જેમાં દાઢી મૂછમાં ધર્મેન્દ્રના ખભા પર બંદૂક મૂકેલી છે. આ તસવીર સાથે ધર્મેન્દ્રએ કેપ્શન લખીને પૂછ્યુ છે કે,'એક્સપ્રેશન પ્રમાણે આ ફોટોનું કેપ્શન શું હોવું જોઈએ. અને લખ્યું કે મેં ઉન્હે નહીં છોડુંગા. ગુડ શુક્રિયા.'

એંસીની ઉંમર વટાવી ચૂકેલા ધર્મેન્દ્ર હાલમાં ફિલ્મોથી ફુરસત મેળવી મોટાભાગનો સમય મુંબઇની નજીક તેમનું ફાર્મ હાઉસ છે ત્યાં વીતાવે છે, ત્યાં તે પોતાના મૂળિયાઓ સાથે જોડાયેલા હોય તેવું અનુભવે છે. ધર્મેન્દ્ર પોતાને ખેડૂતનો દીકરો કહેતા રહ્યાં અને ઘણીવાર ખેતરો-વાડીઓમાં સમય પસાર કરવાને માણતાં હોય છે.

આ પણ વાંચોઃ જુઓ ગ્લેમરસ તસવીરમાં ગુજ્જુ ગર્લ અવની મોદીની કાતિલ અદા

ધર્મેન્દ્ર છેલ્લે 2010માં આવેલી ફિલ્મ યમલા પગલા દીવાના ફિર સે સાથે પડદા પર જોવા મળ્યા હતા, જેમાં તેમણે બન્ને દીકરા સની અને બૉબી સાથે સ્ક્રીન શૅર કરી હતી. જોકે, ધર્મેન્દ્ર બીજા બોલીવુડ સિતારાઓની જેમ જ ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતતા જોવા માગે છે.

dharmendra bollywood entertaintment yamla pagla deewana 2