દીપિકા પાદુકોણને તેના ફૅન્સ લવ રંજનની ફિલ્મ ન કરવાની આપી રહ્યા છે સલાહ

22 July, 2019 10:19 AM IST  |  મુંબઈ

દીપિકા પાદુકોણને તેના ફૅન્સ લવ રંજનની ફિલ્મ ન કરવાની આપી રહ્યા છે સલાહ

દીપિકા પાદુકો‌ણને તેના ફૅન્સ સલાહ આપી રહ્યા છે કે તે લવ રંજનની આગામી ફિલ્મમાં કામ ન કરે. આ ફિલ્મમાં રણબીર કપૂર પ‌ણ જોવા મળવાનો છે. દીપિકા અને રણબીર તાજેતરમાં જ લવ રંજનના ઘરની બહાર જોવા મળ્યા હતાં. એને જોતાં એવી અટકળો વહેતી થઈ છે કે લવ રંજનની ફિલ્મમાં દીપિકા અને રણબીર કામ કરવાના છે. લવ રંજને ‘પ્યાર કા પંચનામા’ જેવી ફિલ્મ બનાવી હતી. લવ રંજન પર થોડા સમય અગાઉ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપ લગાવવામાં આવ્યા હતાં. આ જ કારણ છે કે દીપિકાના ફૅન્સ નથી ઇચ્છતા કે તે લવ રંજનની ફિલ્મમાં કામ કરે. તેના ફૅન્સે ટ્‍‍વિટર પર #NotMyDeepika નામનું કૅમ્પેન પણ શરૂ કરી દીધું છે. આ કૅમ્પેન દ્વારા ફૅન્સ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

deepika padukone bollywood entertaintment