ક્રિસ્ટલ એવૉર્ડ લેતી વખતે દીપિકા પાદુકોણે કહી આ ખાસ વાત...

21 January, 2020 01:38 PM IST  |  Mumbai Desk

ક્રિસ્ટલ એવૉર્ડ લેતી વખતે દીપિકા પાદુકોણે કહી આ ખાસ વાત...

દીપિકા પાદુકોણે માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ પ્રસરાવવા માટે ક્રિસ્ટલ એવોર્ડ એનાયત થયો. એવોર્ડ મેળવી વખતે દીપિકા પાદુકોણે કહ્યું કે, “સૌથી અગત્યની બાબત છે કે હજી આશા જીવે છે.”

તેણે પોતાનાં ફાઉન્ડેશનની વાત કરતાં કહ્યું કે, “લીવ, લવ અને લાફ એ મારા જીવનની અંગત ફિલસુફી છે. મારું ફાઉન્ડેશન એ દરેક માણસને આશા પુરી પાડવા ધારે છે જેને તાણ, ચિંતા અને ડિપ્રેશનનો અનુભવ થતો હોય.”

તેણે વધુમાં ઉમેર્યું કે, “માનસિક સ્વાસ્થ્યનાં પ્રશ્નોને કારણે કોઇને કોઇ રીતે આપણે બધાંએ પડકારનો સામનો કર્યો છે, પણ મારી માનસિક સમસ્યા સાથેનાં મારા લવ-હેઇટ રિલેશનશીપને કારણે હું ઘણું શીખી છું. સૌથી પહેલાં તો હું ધીરજ રાખતા શીખી, કે તમે એકલા નથી અને સૌથી અગત્યનું તો એ કે હજી આશા મરી નથી પરવારી, છે. ”

દીપિકાએ એવોર્ડ સ્વિકાર્યા પછીનાં પોતાના વક્તવ્યને અંતે માર્ટીન લ્યુથ કિંગના શબ્દો યાદ કર્યા અને કહ્યું, “માર્ટીન લ્યુથર કિંગના શબ્દોમાં કહીએ તો, આ વિશ્વમાં જે પણ કરવામાં આવે છે તે આશા સાથે જ કરવામાં આવે છે.”

આ પણ વાંચો : Would be Mother Kalki Koechlinની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

દીપિકા પાદુકોણ જૂન 2015થી લિવ, લવ, લાફ ફાઉન્ડેશન ચલાવે છે. આ ફાઉન્ડેશનનાં કાર્યક્રમમો અને વિવિધ પહેલમાં રાષ્ટ્રીય સ્તરે માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ, તે અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવાનાં અભિયાન, કિશોરો માટે માનસિક સ્વાસ્થ્યની જાગૃતિના કાર્યક્રમો, ગ્રામીણ વિસ્તારોમાં સારવાર માટે ભંડોળની મદદ, સંશોધન અને વાર્ષિક લેક્ચર સિરિઝનું આયોજન કરાય છે જેમાં વિશ્વનાં અગ્રણી વિચારકો અને સિદ્ધ હસ્ત પ્રતિભાઓને આમંત્રણ અપાય છે.

દીપિકા પાદુકોણની મેઘના ગુલઝાર દિગ્દર્શિત ફિલ્મ છપાક 10 જાન્યુઆરી જ રિલીઝ થઇ છે જેમાં તેના અભિનયને સારો પ્રતિસાદ મળ્યો છે.

deepika padukone bollywood bollywood news bollywood gossips