BOF 500ના લિસ્ટમાં સ્થાન મેળવનાર ​દીપિકા બની એકમાત્ર ભારતીય અભિનેત્રી

04 October, 2019 01:34 PM IST  |  મુંબઈ

BOF 500ના લિસ્ટમાં સ્થાન મેળવનાર ​દીપિકા બની એકમાત્ર ભારતીય અભિનેત્રી

દીપિકા પાદુકોણ

‘બિઝનેસ ઑફ ફૅશન 500’ની લિસ્ટમાં સામેલ થનાર દીપિકા પાદુકોણ એક માત્ર ભારતીય અભિનેત્રી બની ગઈ છે. બૉલીવુડમાં દીપિકા સૌથી વધુ ફી લેનારી ઍક્ટ્રેસ છે. દીપિકાની લોકપ્રિયતા દેશ-વિદેશમાં ખાસ્સી છે. તેનું નામ ૨૦૧૮માં ટાઇમ મૅગેઝીનમાં ૧૦૦ સૌથી વધુ પ્રભાવશાળી હસ્તિઓની શ્રેણીમાં પણ સામેલ થયુ હતું. સાથે જ તેણે અમેરીકાના મૅગેઝીન ‘વૉગ’નાં કવર પેજ પર પણ સ્થાન મેળવ્યુ હતું.

આ પણ વાંચો : વર્તમાનમાં આપણે ફૅમિલીથી દૂર જઈ રહ્યા છીએ : પ્રિયંકા

ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરીની લિસ્ટમાં મહિલા કલાકારની શ્રેણીમાં વિશ્વસનિય વ્યક્તિત્વનાં શિર્ષક હેઠળ દીપિકાએ પ્રથમ રેન્ક મેળવી હતી. ફૅશન જગતમાં તે એક ટ્રેન્ડ સેટર છે. આથી આ તમામ વાતો અને તેની ફૅશનને ધ્યાનમાં રાખીને આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બિઝનેસ ઑફ ફેશનના આ લિસ્ટમાં દુનિયામાં ૨.૪ ટ્રિલ્યન ડૉલર ફૅશન ઉદ્યોગને આકાર આપનાર વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે.

deepika padukone bollywood news