વર્તમાનમાં આપણે ફૅમિલીથી દૂર જઈ રહ્યા છીએ : પ્રિયંકા

Published: Oct 04, 2019, 13:26 IST | મુંબઈ

પ્રિયંકા ચોપડા જોનસનું માનવું છે કે આજે લોકો પોતાની ફૅમિલીથી અળગા થઈ રહ્યાં છે.

પ્રિયંકા ચોપડા જોનસ
પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસનું માનવું છે કે આજે લોકો પોતાની ફૅમિલીથી અળગા થઈ રહ્યાં છે. પ્રિયંકા એક સારી ઍક્ટર અને સિંગરની સાથે પ્રોડ્યુસર પણ છે. તેણે ૨૦૧૬માં આવેલી મરાઠી ‘વૅન્ટિલેટર’ને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. ત્યાર બાદ તેના પ્રોડક્શન હાઉઝ પર્પલ પેબલ પિક્ચર્સ હેઠળ પ્રોડ્યુસર તરીકે બીજી મરાઠી ફિલ્મ ‘પાણી’ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મને પણ બેસ્ટ ફિલ્મ ઑન એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન માટે નૅશનલ અવૉર્ડ મળવાનો છે. ‘ધ સ્કાય ઇઝ પિંક’ પહેલાં તેણે કદી પણ હિન્દી ફિલ્મ પ્રોડ્યુસ નહોતી કરી. આ ફિલ્મને પ્રોડ્યુસ કરવા વિશે પૂછતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મેં ફિલ્મ મેકર્સને જણાવ્યું હતું કે મેં કદી પણ હિન્દી ફિલ્મ પ્રોડ્યુસ નથી કરી. જોકે તમારા માર્ગદર્શન હેઠળ હું એ પણ શીખી જઈશ. શું તમે મને તમારી ફિલ્મની કો-પ્રોડ્યુસર બનાવશો? તેઓ ખૂબ જ ખુશ થયા અને તેમણે મારો પ્રોડ્યુસર તરીકે સ્વીકાર કરી લીધો હતો.’

પ્રિયંકા અને ફરહાન અખ્તરની ‘ધ સ્કાય ઇઝ પિંક’ ૧૧ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી રિયલ લાઇફ કપલની છે. ફિલ્મમાં તે અદિતીનાં પાત્રમાં જોવા મળવાની છે. ફિલ્મનાં પાત્રોએ તેને તેનાં પેરન્ટ્સની યાદ અપાવી હતી. તેનાં પિતા અશોક ચોપડાનું ૨૦૧૩માં અવસાન થયું હતું. પોતાનાં પેરન્ટ્સ વિશે જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મારા પેરન્ટ્સ હંમેશાં મારી સાથે અડીખમ ઊભા રહ્યાં છે. તેમણે પોતાના સપનાઓ અને ઇચ્છાઓનો ત્યાગ કરીને મને સપોર્ટ કર્યો હતો. તેમણે પોતાની આકાંક્ષાઓનું બલિદાન આપ્યુ હતું જેથી કરીને હું મારા સપનાંઓ સાકાર કરી શકું. વર્તમાનમાં મને એવું લાગી રહ્યું છે કે આજનાં સ્વાર્થી જગતમાં આપણે આપણાં પરિવારથી દૂર જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો : સલમાનને મારવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ

આ એવી ફિલ્મ છે જે તમને કુટુંબની અગત્યતા સમજાવશે. સાથે જ ફૅમિલીનો સપોર્ટ કેટલો મહત્ત્વનો છે એ પણ જણાવશે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખતા મને આ ફિલ્મ ખૂબ જ સુંદર અને સ્થિતિને અનુરૂપ લાગી રહી છે. હું મારી મમ્મીની બેસ્ટ ફ્રેન્ડ છું. અમે સાથે પાર્ટી કરીએ છીએ, સાથે કૉન્સર્ટમાં અને બહાર ફરવા જઈએ છીએ. તેને મારી આખી જર્ની વિશે માહિતી છે. મારા બધા બૉયફ્રેન્ડ્સથી માંડીને મારા હસબન્ડને પણ ઓળખે છે. તે મારા માટે બેસ્ટ વ્યક્તિ છે. એ જ બાબત હું અદિતીમાં પણ જોતી હતી કે હું પણ મારી મમ્મીની જેમ બની શકું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK