યોગર્ટની બ્રૅન્ડમાં ઇન્વેસ્ટ કર્યું દીપિકા પાદુકો‌ણે

16 May, 2019 11:21 AM IST  |  મુંબઈ

યોગર્ટની બ્રૅન્ડમાં ઇન્વેસ્ટ કર્યું દીપિકા પાદુકો‌ણે

દીપિકા પાદુકો‌ણ

દીપિકા પાદુકો‌ણે ફ્લેવર્ડ યોગર્ટ બનાવતી બ્રૅન્ડમાં ઇન્વેસ્ટ કર્યું છે. ડ્રમ ફૂડ્સ ઇન્ટરનૅશનલ પ્રાઇવેટ લિમિટેડ આ ફ્લેવર્ડ યોગર્ટ એપિગેમિયા બનાવે છે. આ બ્રૅન્ડને દીપિકા એન્ડૉર્સ પ‌ણ કરશે. દીપિકાએ આ રોકાણની વધુ ડીટેલ્સ નથી આપી. જોકે કંપની પોતે પણ દીપિકાના આવવાથી ખુશ છે. તેમના મુજબ યંગસ્ટર્સ આ યોગર્ટ તરફ વધુ આકર્ષિત થશે. સાથે જ બ્રૅન્ડની વૅલ્યુ પણ વધી જશે. દીપિકા આ કંપનીની પાર્ટનરની સાથે જ શૅરહોલ્ડર પણ બની ગઈ છે.

આ પણ વાંચો : દે દે પ્યાર દે પુરુષનો પ્રેમ પામવા માટે બે સ્ત્રીઓ વચ્ચેની સ્પર્ધા નથી: તબુ

આ કંપની સાથે જોડાવાની પોતાની ખુશી વ્યક્ત કરતાં દીપિકાએ કહ્યું હતું કે ‘હું એપિગેમિયા ફૅમિલીમાં સામેલ થવાથી ખૂબ ખુશ છું. મને એની પ્રોડક્ટ્સ પણ ખૂબ પસંદ છે. સાથે જ બ્રૅન્ડની ફિલોસૉફી સાથે પણ હું સ્ટ્રૉન્ગલી કનેક્ટ થઈ છું. ટીમ અેક્સપાન્શન માટે મોટા પ્લાન્સ બનાવી રહી છે. હું ખૂબ જ ઉત્સાહિત છું કે અમે નવી પ્રોડક્ટ્સ લઈને નવાં શહેરામાં જવાનાં છીએ.’

deepika padukone bollywood news