દે દે પ્યાર દે પુરુષનો પ્રેમ પામવા માટે બે સ્ત્રીઓ વચ્ચેની સ્પર્ધા નથી: તબુ

Published: May 16, 2019, 11:09 IST | મુંબઈ

તબુએ જણાવ્યું હતું કે ‘દે દે પ્યાર દે’ની સ્ટોરી પુરુષનો પ્રેમ પામવા માટે બે સ્ત્રીઓ વચ્ચેની સ્પર્ધા નથી દેખાડતી.

તબુ
તબુ

તબુએ જણાવ્યું હતું કે ‘દે દે પ્યાર દે’ની સ્ટોરી પુરુષનો પ્રેમ પામવા માટે બે સ્ત્રીઓ વચ્ચેની સ્પર્ધા નથી દેખાડતી. અકિવ અલી ડિરેક્ટેડ આ ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ જોવા મળશે. આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થવાની છે. ફિલ્મ વિશે તબુએ કહ્યું હતું કે ‘મેં જ્યારે ફિલ્મની સ્ટોરી સાંભળી ત્યારે મને લાગ્યું હતું કે આ ખૂબ જ એન્જૉયેબલ રહેશે. ફિલ્મની સ્ટોરીમાં બે સ્ત્રીઓની વચ્ચે પુરુષનો પ્રેમ પામવા માટેની સ્પર્ધા નથી દેખાડવામાં આવી. દરેક બાબત પર મજાક કે એનું હ્યુમર બનાવવું જરૂરી નથી. ફિલ્મમાં ગંભીરતા અને મૅચ્યોરિટી પણ દેખાડવામાં આવી છે. એ વસ્તુ જ આ ફિલ્મની બ્યુટી છે.’

આ પણ વાંચો : કમલ હાસન તામિલ બિગ બૉસની ત્રીજી સીઝનને હોસ્ટ કરશે

ફિલ્મમાં દેખાડવામાં આવેલી રિલેશનશિપ્સ સંદર્ભે તબુએ કહ્યું હતું કે ‘આ ફિલ્મનું દરેક કૅરૅક્ટર રિયલ ઇશ્યુઝનો સામનો કરી રહ્યું છે. તેમની સ્ટ્રગલ અને ઝઘડાને અર્થપૂર્ણ રીતે દેખાડવામાં આવ્યા છે. પુરુષ તેની ૪૦ની ઉંમરમાં એક છોકરીના પ્રેમમાં પડે છે. એ વાસ્તવિક છે. તે પોતાના અંગત ઝઘડાનો સામનો કરી રહ્યો છે. ફિલ્મમાં મારા સેપરેશન થયા બાદની જર્નીને પણ દેખાડવામાં આવી છે. દરેક સંબંધને મહત્ત્વ આપવાની સાથે એને એટલું જ સ્થાન આપવામાં આવ્યું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK