આલિયા ભટ્ટ લગ્ન કરી રહી હોવાની અજાણતાં જાહેરાત કરી દીપિકાએ

27 November, 2019 12:00 PM IST  |  Mumbai

આલિયા ભટ્ટ લગ્ન કરી રહી હોવાની અજાણતાં જાહેરાત કરી દીપિકાએ

આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકો‌ણે હાલમાં જ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આલિયા ભટ્ટ લગ્ન કરવાની છે. તાજેતરમાં જ ફિલ્મો વિશે ચર્ચા કરવા માટે આયોજિત કાર્યક્રમમાં દીપિકા, રણવીર સિંહ, આલિયા, આયુષ્માન ખુરાના, મનોજ બાજપાઈ, વિજય સેતુપતિ અને વિજય દેવરાકોન્ડાએ હાજરી આપી હતી. એ દરમ્યાન વિજયને પૂછવામાં આવ્યુ હતું કે તે ઇન્ડિયન સિનેમાના કલાકારોમાંથી કોની પાસેથી સલાહ લેવાનું પસંદ કરશે? એનો જવાબ આપતાં વિજય દેવરાકોન્ડાએ કહ્યું હતું કે ‘જરા પણ શરમ રાખ્યા વગર હું કહીશ કે અહીં બેઠેલા મોટા ભાગનાં કલાકારોને એકબીજા પર ક્રશ હોય છે. મને દીપિકા અને આલિયા પર છે. જોકે દીપિકાનાં તો લગ્ન થઈ ગયા છે.’

આ પણ વાંચો : રણવીર સિંહની ઍક્ટિંગ અને જપાન વચ્ચે શું કનેક્શન છે?

વિજયનાં આ જવાબ પર રિપ્લાઇ આપતાં દીપિકાએ કહ્યું હતું કે આલિયા પણ લગ્ન કરી રહી છે.
જોકે દીપિકાને તરત જ રિપ્લાઇ આપતાં આલિયાએ કહ્યું હતું કે ‘એક્સ્ક્યુઝ મી. તુ શું કામ એ જાહેર કરી રહી છે?
આ બધાની વચ્ચે દીપિકાએ છેવટે ચોખવટ કરી કે તેણે આ બધુ માત્ર મજાક કરવા માટે અને હસાવવા માટે જ કર્યું હતું.

deepika padukone alia bhatt ranbir kapoor bollywood news