ગોવિંદા અને કરિશ્માની સરખામણીએ કોઈ પણ ન આવી શકે : ડેવિડ ધવન

22 December, 2019 11:21 AM IST  |  Mumbai

ગોવિંદા અને કરિશ્માની સરખામણીએ કોઈ પણ ન આવી શકે : ડેવિડ ધવન

ડેવિડ ધવન

ડેવિડ ધવનનું માનવું છે કે ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડીની તોલે કોઈ ના આવી શકે. ડેવિડ ધવન હાલમાં ૧૯૯૫માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ‘કૂલી નંબર 1’ની રીમેક બનાવી રહ્યા છે. આ રીમેકમાં વરુણ ધવન અને સારા અલી ખાનની જોડી જોવા મળશે. ઓરિજિનલ ફિલ્મને પણ ડેવિડ ધવને જ બનાવી હતી. ‘કૂલી નંબર 1’ની રીમેક ૨૦૨૦ની ૧ મેએ રિલીઝ થવાની છે.

ફિલ્મ વિશે જણાવતાં ડેવિડ ધવને કહ્યું હતું કે ‘ગોવિંદા અને કરિશ્મા કપૂરે સ્ક્રીન પર જાદુ રેલાવ્યો હતો. તેમની સરખામણીએ કોઈ ના આવી શકે અને એવો પ્રયાસ પણ ના કરવો જોઈએ. વરુણ અને સારા તો અલગ જ ઝોનમાં છે. તેમનાં પર કોઈ જાતનું પ્રેશર નથી કે તેમણે ગોવિંદા અને કરિશ્મા જેવા જ દેખાવાનું છે. હું મારી પોતાની જ ફિલ્મની રીમેક બનાવી રહ્યો છું. એથી હું માનું છું કે બન્ને વચ્ચે સરખામણી તો કરવામાં આવશે. જોકે મારું કહેવું એમ છે કે બન્ને જોડીઓ અલગ-અલગ સમયની છે. આ તો એવું છે કે બેન્ટલીને પૉર્શ સાથે સરખાવવામાં આવે. આ બન્નેની સરખામણી શક્ય નથી.’

આ પણ વાંચો : મીમીનું ૪૦ ટકા શૂટિંગ પૂરુ થતાં વેકેશન માણી રહી છે ક્રિતી સૅનન

આ ફિલ્મમાં કાદર ખાનનું પાત્ર પરેશ રાવલ ભજવશે. એ વિશે જણાવતાં ડેવિડ ધવને કહ્યું હતું કે ‘કાદર ખાન અદ્ભુત છે, પરંતુ પરેશ રાવલ ગ્રેટ ઍક્ટર છે. મને પૂરી ખાતરી છે કે તેઓ આ કૅરૅક્ટરને અલગ રીતે રજૂ કરશે. હું એવી ફિલ્મ બનાવવા માગું છું જેને લોકો વારંવાર જુએ અને વરુણ અને સારાની ફ્રેશ જોડીને પણ લોકો પસંદ કરે.’

david dhawan karisma kapoor govinda bollywood news