સિનેમા હૉલમાં જવાનો અનુભવ અનેરો હોય છે : ફારાહ ખાન

18 July, 2019 10:40 AM IST  | 

સિનેમા હૉલમાં જવાનો અનુભવ અનેરો હોય છે : ફારાહ ખાન

ફારાહ ખાન

ફારાહ ખાનનું કહેવું છે કે સિનેમા હૉલમાં જવાનો અનુભવ અદ્ભુત હોય છે. ફારાહ ‘મિસિસ સિરિયલ કિલર’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મને તેનો હઝબન્ડ શિરીષ કુંદર ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં જૅકલિન ફર્નાન્ડિસ અને મનોજ બાજપાઈ લીડ રોલમાં જોવા મળશે. ફારાહને પૂછવામાં આવ્યું હતું કે શું ડિજિટલ પ્લૅટફૉર્મ થિયેટર્સ પર હાવી થઈ જશે? આ સવાલનો જવાબ આપતાં ફારાહે કહ્યું હતું કે ‘મને એવુ નથી લાગતું કારણ કે જ્યારે ટેલિવિઝન આવ્યુ હતું ત્યારે લોકો એમ કહેતાં હતાં કે હવે ફિલ્મો જોવા માટે કોણ થિયેટર્સમાં જશે.

આ પણ વાંચો : નેટફ્લિક્સ માટે હૉરર વેબ-સિરીઝને પ્રોડ્યુસ કરશે શાહરુખ ખાન

તો જ્યારે ઇન્ટરનેટ આવ્યું ત્યારે પણ લોકો આવુ જ કહેતાં હતાં અને હવે ડિજિટલ પ્લૅટફૉર્મ વિશે પણ એવુ જ કહી રહ્યા છે. આવા ક્યાસો તો લોકો લગાવવાનાં જ છે. જોકે મને એમ નથી લાગતું કે લોકો સિનેમા હૉલમાં જવાનું બંધ કરશે કારણ કે એ એક એવો અનુભવ છે જે તમે ઘરે બેઠા નહીં મેળવી શકો. થિયેટર્સમાં જવાનો અનુભવ તો અદ્ભુત હોય છે. ડિજિટલ પણ એક્સાઇટિંગ છે અને એ રહેવાનું જ છે.’

farah khan bollywood news