100 કરોડની તરફ આગળ વધી ફિલ્મ છીછોરે, બીજા અઠવાડિયાની થઈ આવી શરૂઆત

14 September, 2019 04:18 PM IST  |  મુંબઈ

100 કરોડની તરફ આગળ વધી ફિલ્મ છીછોરે, બીજા અઠવાડિયાની થઈ આવી શરૂઆત

ફિલ્મ છીછોરેએ કરી આટલી કમાણી

શ્રદ્ધા કપૂર અને સુશાંત રાજપૂત સ્ટારર ફિલ્મ છીછોરેએ હાલ બોક્સ ઑફિસ પર પોતાની જગ્યા બનાવી રહી છે. ફિલ્મે બીજા શુક્રવારે સારું પ્રદર્શન કરતા વર્ષ 2019માં રીલિઝ થયેલી અનેક ફિલ્મોને પાછળ છોડી દીધી છે.


હાલમાં જ મૂવી ક્રિટિક તરણ આદર્શે પોસ્ટ કરીને જણાવ્યું કે આ વર્ષે રીલિઝ થયેલી અનેક ફિલ્મોનો રેકોર્ડ તોડીને ફિલ્મ છિછોરેએ સારું કલેક્શન કરી લીધું છે. ક્રિટિકે પોસ્ટમાં આંકડો દર્શાવતા લખ્યું કે, છિછોરેએ આ વર્ષની મોટી રીલિઝના મુકાબલે શુક્રવારે સૌથી મોટી રિલીઝ ફિલ્મોના મુકાબલે બીજા શુક્રવારે સૌથી વધુ નંબર એકઠા કરી લીધા છે. બીજા શુક્રવારનું કલેક્શન જોઈએ તો..

છિછોરે - 5.34 કરોડ રૂપિયા

ટોટલ ધમાલ - 4.75 કરોડ રૂપિયા

કેસરી - 4.45 કરોડ રૂપિયા

ભારત - 4.30 કરોડ રૂપિયા

ગલી બૉય - 3.90 કરોડ રૂપિયા
 
સાહો - 3.75 કરોડ રૂપિયા

આ આંકડાઓને જોતા સાફ છે કે શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ છિછોરેએ તેની હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ સાહોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.આ સાથે જ ફિલ્મ 100 કરોડના કલેક્શન તરફ આગળ વધી રહી છે.

ક્રિટિકે ફિલ્મના વખાણ કરતા કહ્યું કે, ફિલ્મ છિછોરેએ બૉક્સ ઑફિસ પર સારી રીતે પોતાના પગ જમાવી લીધા છે. સતત બીજા શુક્રવારે સારું પ્રદર્શન કરીને ચોંકાવી દીધા છે. બીજા વીકેન્ડમાં ફિલ્મ સારી કમાણી કરે તેવા આસાર છે. અત્યાર સુધીમાં ફિલ્મ 71.17 કરોડની કમાણી કરી ચુકી છે.

તમને જણાવી દઈ કે ફિલ્મ છિછોરે પોતાના ઓપનિંગ ડે કલેક્શનમાં 7.34 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આયુષ્માનની ડ્રીમ ગર્લની રિલીઝથી ફિલ્મની કમાણી ધીમી થઈ ગઈ છે.

આ પણ જુઓઃ જ્યારે ઓજસ રાવલે ટોરેન્ટોની ધરતી સજીવન કર્યા ગાંધીજીને....

નિતેશ તિવારી નિર્દેશિત ફિલ્મ છિછોરે કેટલાક મિત્રોની કોલેજ લાઈફની કહાની છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, સુશાંત સિંહ રાજપૂતની સાથે વરૂણ શર્મા, પ્રતીક બબ્બર, તાહિર રાજ ભસીન જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા નિભાવી છે.

sushant singh rajput shraddha kapoor