Chhapaak : દીપિકાએ લિપસ્ટીકના શૅડ્સ શૅર કરીને કર્યું ફિલ્મનું પ્રમોશન

24 December, 2019 06:11 PM IST  |  Mumbai Desk

Chhapaak : દીપિકાએ લિપસ્ટીકના શૅડ્સ શૅર કરીને કર્યું ફિલ્મનું પ્રમોશન

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ પોતાના ચાહકો માટે છપાક ફિલ્મ લઈને આવી રહી છે. આ ફિલ્મનું પ્રમોશન હાલ ખૂબ જ જોર-શોરથી ચાલી રહ્યું છે જેની ઝલક દીપિકા પાદુકોણે પોતાના અકાઉન્ટ પરથી શૅર કરી છે.

છપાક એક્ટ્રેસ દીપિકા પાદુોકણે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી કેટલીક તસવીર શૅર કરી છે. શૅર કરવામાં આવેલી પહેલી તસવીરમાં દીપિકાએ પોતાના હાથની તસવીર શૅર કરી છે જેમાં તેણે લાલ રંગની લિપસ્ટીકના આઠ શૅડ્સ ટ્રાય કર્યા છે.

આ સિવાય બીજી તસવીરમાં દીપિકા પોતે લાલ કલરની બૉડી ફિટેડ ડ્રેસમાં રેડ કલરની લિપસ્ટીકમાં દેખાઇ રહી છે. બૅક સ્ક્વેયર ડીપ નેક રિવીલ કરતી દીપિકા આ તસવીરમાં ખૂબ જ સુંદર અંદાજમાં પોઝ આપતી દેખાય છે. લાલ કલરની ડ્રેસ સાથે દીપિકા ગોલ્ડન એરિંગ્સ પહેરેલી જોવા મળે છે.

આ પ્રમોશન સીરીઝની બીજી તસવીરમાં દીપિકા પાદુકોણના લિપસ્ટીકના નિશાનવાળું એક પેપર નેપકિન દેખાઇ રહ્યું છે. આ પેપર નેપકિન પર અન્ય કોઇના નહીં પણ દીપિકાની જ લિપસ્ટીકના નિશાન છે. શૅર કરવામાં આવેલી આ ત્રણે તસવીરોમાં દીપિકાએ રેડ લિપ્સવાળા ઇમોજી સાથે હેશટેગ છપાક પ્રમોશન લખ્યું છે.

લિપસ્ટીક સાથે દીપિકાના આ રીતે પ્રમોશન કરવા પાછળ શું ખાસ કારણ છે, તે વાતનો ખ્યાલ તો કોઇને પણ નથી, પણ ચાહકો આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ પહેલા પણ દીપિકા ઘણી વાર સ્ટાઇલિશ અવતારમાં ફિલ્મ પ્રમોટ કરતી જોવા મળી છે.

આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

જણાવીએ કે ફિલ્મ છપાકનું ટ્રેલર કેટલાક દિવસો પહેલા રિલીધ કરવામાં આવી ચૂક્યું છે, જેને દર્શકોને ખૂબ જ જબરજસ્ત રિવ્યૂ મળ્યા છે. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાની ભૂમિકામાં દેખાવાની છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી પણ એક મુખ્ય ભૂમિકા ભજવશે. છપાક ફિલ્મ 10 જાન્યુઆરીના રિલીઝ થવાની છે.

deepika padukone vikrant massey bollywood news bollywood bollywood gossips