છપાક જોયું તો દેશદ્રોહી ને ન જોયું તો દેશભક્ત?

09 January, 2020 08:39 AM IST  |  Mumbai | Sachin Vajani

છપાક જોયું તો દેશદ્રોહી ને ન જોયું તો દેશભક્ત?

છપાક

જવાહલાલ નેહરુ યુનિવર્સિટીમાં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની હાજરીએ સોશ્યલ મીડિયામાં બે પક્ષ ઊભા કરી દીધા છે. એક પક્ષ જે દીપિકાની હાજરીને સમર્થન આપે છે અને બીજો પક્ષ એ જે સમર્થન નથી આપતો. એમ પણ કહી શકાય કે તેની હાજરીને લીધે સરકાર અને બૉલીવુડ આમને-સામને આવી ગયાં છે.

સોશ્યલ મીડિયામાં #boycottchhapaak અને #ISupportDeepika ટ્રેન્ડ કરી રહ્યા છે એવામાં મહત્ત્વનો પ્રશ્ન એ કે શું દીપિકાનું જેએનયુમાં જવું પોતાની ફિલ્મ ‘છપાક’ માટેનો પ્રમોશનલ સ્ટન્ટ હતો કે ખરેખર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને દેશ માટે તેના મનમાં ઉદ્ભવેલી માનવતા અને રાષ્ટ્રભક્તિ હતી?

બૉલીવુડ તેની આ હાઈ પેઇડ એક્સટ્રેસને ભારોભાર સપોર્ટ કરી રહ્યું છે. અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, સ્વરા ભાસ્કર, દિયા મિર્ઝા અને ઝોયા અખ્તર જેવા કલાકારો દીપિકાના પક્ષમાં છે અને તેણે જે હાજરી નોંધાવી એના માટે તેને બિરદાવી પણ રહ્યાં છે. જોકે તે હાજર રહી હોવા છતાં કશું બોલી ન હતી, પણ આવતી કાલે તેની ફિલ્મ ‘છપાક’ રિલીઝ થવાની છે એની પહેલાં તેણીએ કરેલો આ સ્ટન્ટ શું તેની ફિલ્મનો એક ભાગ હતો? ભાગ હોય કે ન હોય, એ મુદ્દાની વાત નથી, પણ મુદ્દાની વાત એ છે કે શું આ પ્રકારના સ્ટન્ટથી દીપિકાની રાષ્ટ્રભક્તિ સાબિત થઈ શકે ખરી?

આ પણ વાંચો : Chhapaak:દીપિકા પાદુકોણની છપાકમાં હવે વિલેનના નામ પર થયો વિવાદ, જાણો ઘટના...

કેટલાંક સામાજિક તત્ત્વો અને રાજકારણ આ મુદ્દાને ઉછાળી રહ્યું છે અને દીપિકાની ફિલ્મને બૉયકોટ કરવાની વાત કરી રહ્યાં છે. વળી ફિલ્મમાં લક્ષ્મી પર જે વ્યક્તિ ઍસિડ-હુમલો કરે છે તેનું નામ પણ બદલીને રાજેશ (વાસ્તવિકતામાં હુમલો નદીમ ખાન નામની વ્યક્તિએ કર્યો હતો) કરી નાખવામાં આવ્યું હોવાથી રાજનેતાઓને ધર્મ-જાતિના નામે જોઈતો મસાલો મળી ગયો છે. જનતા પણ બૉલીવુડની આ હરકત પર ખફા થઈ છે અને ફિલ્મ ‘છપાક’નો બૉયકોટ કરવા કમ્પેઇન ચલાવી રહી છે. ઘણાએ પોતાની ઍડ્વાન્સમાં બુક કરાવેલી ટિકિટો પણ કૅન્સલ કરી હોવાનું સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું છે.

deepika padukone bollywood bollywood news