Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણની છપાકમાં હવે વિલેનના નામ પર થયો વિવાદ, જાણો ઘટના...

દીપિકા પાદુકોણની છપાકમાં હવે વિલેનના નામ પર થયો વિવાદ, જાણો ઘટના...

08 January, 2020 07:07 PM IST | Mumbai Desk

દીપિકા પાદુકોણની છપાકમાં હવે વિલેનના નામ પર થયો વિવાદ, જાણો ઘટના...

દીપિકા પાદુકોણની છપાકમાં હવે વિલેનના નામ પર થયો વિવાદ, જાણો ઘટના...


સોશિયલ મીડિયામાં દીપિકા પાદુકોણની જેએનયૂ વિઝિટના મુદ્દે મામલો પહેલાથી વિવાદિત છે, આ દરમિયાન છપાકને બૉયકૉટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મને લઈને વધું એક વિવાદ ઊભો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આરોપ મૂક્યો છે કે ફિલ્મના વિલનનું નામ જાણીજોઇને બદલી દેવામાં આવ્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈની રિપોર્ટ પ્રમાણે, બુધવારે ટ્વિટર પર એકાએક 'નદીમ ખાન' અને 'રાજેશ' નામ ટ્રેન્ડ થવા લાગ્યા. હકીકતે, એક મેગઝીનમાં આ સ્ટોરી આવી હતી કે છપાકના વિલનનું નામ રાજેશ છે, જેના પછી સાંજે 4 વાગ્યા સુધી નદીમ ખાનને લઈને 60 હજાર ટ્વીટ કરવામાં આવ્યા, જ્યારે રાજેશને લઈને લગભગ 50 હજાર ટ્વીટ સર્કુલેટ થઈ રહ્યા હતા. છપાક લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છે, જેના પર 2005માં નદીમ નામના યુવકે દિલ્હીના ખાન માર્કેટમાં એસિડ ફેંક્યો હતો.




ફિલ્મમાં મુખ્ય પાત્રોના નામ બદલી દેવામાં આવ્યા છે. લક્ષ્મીની જગ્યાએ માલતી અને નદીમની જગ્યાએ બશીર ખાન એટલે કે બબ્લૂ વાપરવામાં આવ્યું, એક મેગેઝીનમાં આને લઈને છપાયેલા લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મમાં નદીમની જગ્યાએ રાજેશ નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


દીપિકાની જેએનયૂ વિઝિટ બાદ ઉપજેલા વિવાદે આ મામલાને હવા આપી. લેખમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આવું જાણીજોઇને કરવામાં આવ્યું છે. પીટીઆઇની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છપાકમાં નદીમ કે નઇમ નામનો કોઇ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો, રાજેશ માલતીના એક મિત્રનું નામ છે, ન કે કોઇ વિલનનું.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

છપાકનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું છે. ફિલ્મમાં વિક્રાન્ત મેસી દીપિકાની સાથે દેખાસે. 2018માં આવેલી ફિલ્મ પદ્માવત બાદ આ ફિલ્મ દ્વારા તે મોટા પડદા પર કમબૅક કરી રહી છે. બૉક્સ ઑફિસ પર છપાકની ટક્કર અજય દેવગનની તાનાજી-ધ અનસંગ વરિયર સાથે થશે.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2020 07:07 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK