સિંગલ હોવાનો દાવો કરતાં આદિત્યને જુઠ્ઠો કહ્યો અર્જુન અને પરિણી

27 March, 2019 11:26 AM IST  | 

સિંગલ હોવાનો દાવો કરતાં આદિત્યને જુઠ્ઠો કહ્યો અર્જુન અને પરિણી

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂર સિંગલ હોવાનો દાવો કરતાં તેના ફ્રેન્ડ્સ દ્વારા તેને જુઠ્ઠો કહેવામાં આવી રહ્યો છે. આદિત્યએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તેના ટી-શર્ટ પર ‘સિંગલ’ લખ્યું છે. ફોટો શૅર કરતાં તેણે ‘ધ સિંગલ લાઇફ’ એમ કૅપ્શન પણ આપી હતી.

જોકે તેના આ ફોટો પર અર્જુન કપૂર અને પરિણીતી ચોપડાની કમેન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અર્જુને કમેન્ટ કરી હતી કે ‘ચલ જુઠ્ઠા’ અને પરિણીતીએ કમેન્ટ કરી હતી કે ‘બિગ લાઇ’. જોકે તેની ભાભી વિદ્યા બાલન ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને તેણે કમેન્ટ કરી હતી કે ‘અરે વાહ’. 

આ પણ વાંચો : ત્રણ-ચાર બાયોપિક નિષ્ફળ જશે એટલે આ ટ્રેન્ડ પણ નીકળી જશે : વિક્રમ ભટ્ટ

આદિત્યનું નામ શ્રદ્ધા કપૂરની સાથે ચર્ચામાં રહ્યું હતું અને ત્યાર બાદ હાલમાં તેનું નામ મૉડલ દિવા ધવન સાથે ચર્ચામાં છે. જોકે આદિત્યનું કહેવું છે કે તે હાલમાં કોઈને ડેટ નથી કરી રહ્યો. આ વિશે ‘કૉફી વિથ કરણ’માં આદિત્યએ કહ્યું હતું કે ‘તે ખૂબ જ સારી છોકરી છે અને મારી ખૂબ જ જૂની મિત્ર છે. ઘણાં વર્ષો પહેલાં અમે એક ફૅશન શોમાં મળ્યાં હતાં અને ત્યારથી અમે ફ્રેન્ડ છીએ. અમે એક ફૅમસ રેસ્ટોરાંમાં એક દિવસ ડિનર માટે ગયાં હતાં અને ત્યાં મીડિયાએ અમને સાથે જોઈને ચર્ચા શરૂ કરી દીધી હતી.’

aditya roy kapur arjun kapoor parineeti chopra bollywood news