પ્રિયંકા રેડ્ડીને જલદી ન્યાય મળે એ માટે આગળ આવ્યું બૉલીવુડ

01 December, 2019 11:46 AM IST  |  New Delhi

પ્રિયંકા રેડ્ડીને જલદી ન્યાય મળે એ માટે આગળ આવ્યું બૉલીવુડ

પ્રિયંકા રેડ્ડીને જલદી ન્યાય મળે એ માટે આગળ આવ્યું બૉલીવુડ

હૈદરાબાદમાં પ્રિયંકા રેડ્ડીનાં બળાત્કાર અને બાદમાં કરવામાં આવેલી હત્યા પર બૉલીવુડમાં રોષ ફૂટી નિકળ્યો છે. સૌ કોઈ આરોપીને સખતમાં સખત સજા મળે એની તરફેણમાં છે. ડૉક્ટર પ્રિયંકા રાતે ઘરે જઈ રહી હતી અને તેની સ્કૂટી અધવચ્ચે બગડી જતા તેણે અજાણ્યા લોકોની મદદ લીધી હતી. જોકે એ નરાધમોએ તેનો ગેરલાભ લઈને તેની સાથે નિર્દય વર્તન કર્યું હતું. તેનું સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આ અગાઉ તેણે તેની બહેન સાથે ફોન પર વાત કરીને જણાવ્યું હતું કે કેટલાક લોકો તેને ડરાવી રહ્યા છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાંથી ન્યાયની પોકાર ઉઠી છે. એવામાં બૉલીવુડે પણ અવાજ બુલંદ કર્યો છે.

મનુષ્યના રૂપમાં આ સૌથી મોટા શૈતાન છે. નિર્ભયા અને પ્રિયંકા રેડ્ડી સાથે થયેલા ટોર્ચર, દુખ અને મૃત્યુથી આપણે એક થઈ આવા કૃત્યોનો અંત આણવા માટે એક થવું જોઈએ. અન્ય કોઈ છોકરી કે પરિવાર આવી પરિસ્થિતીમાંથી ફરી પસાર થાય એ પહેલાં આપણી વચ્ચે રહેતાં આવા શૈતાનનો નાશ કરવો જોઈએ. બેટી બચાઓને ફક્ત એક કેમ્પેન પૂરતું મર્યાદિત ન રાખો. આ વખતે આપણે આ શૈતાનોને જણાવી દેવું જોઈએ કે આપણે એક સાથે છીએ. પ્રિયંકાની આત્મા ને શાંતિ મળે એવી પ્રાર્થના.
- સલમાન ખાન

આ બધુ ક્યારે અટકશે? પ્રિયંકા રેડ્ડી વિશે વાંચીને ગુસ્સો આવે છે. તેની ફૅમિલી અને સગા સંબંધીઓને સાંત્વના આપુ છું. આપણે આ રીતે આગળ ન વધી શકીએ. આ બધુ અટકાવવા માટે સખત અને સત્વરે પગલા લેવાની જરૂર છે. પ્રિયંકા રેડ્ડીની આત્માને શાંતિ માટે પ્રાર્થના.
- અભિષેક બચ્ચન

આ ખૂબ જ ડરામણું છે! નિર્દય છે! દોષીઓને સખત સજા મળવી જોઈએ. તેની ફૅમિલી પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. સાથે જ એ વાતનું પણ દુ:ખ છે કે આપણાં સમાજમાં કેવી નિંદનીય ઘટનાઓ ઘટી રહી છે.
- શબાના આઝમી

પ્રિયંકા રેડ્ડી સાથે એ નરાધમોએ જે પણ કર્યું એ દેખાડે છે કે આવા અપરાધો પર સખત અને ત્વરિત કાર્યવાહી ના કરીને આપણે આપણી સોસાયટીને અસલામત બનાવી રહ્યાં છીએ. દુ:ખની આ ઘડીમાં તેના પરિવારને દિલાસો આપુ છું. સાથે એ સગીર વયનાં અપરાધીઓ જો દોષી પૂરવાર થાય તો તેમને શું સજા આપવામાં આવશે? મારું એમ માનવુ છે કે જો તમે એ જાણતા હો કે તમે કોઈ ગંભીર અપરાધ કરી રહ્યા છો, તો એની સજા ભોગવવા માટે પણ તમારે તૈયાર રહેવુ જોઈએ.
- ફરહાન અખ્તર

હૈદરાબાદની પ્રિયંકા હોય, તામિલનાડુની રોજા હોય કે પછી રાંચીની લૉ સ્ટુડન્ટનું સામુહિક બળાત્કાર હોય. એવુ લાગી રહ્યું છે કે એક સમાજ તરીકે આપણે પછાત થઈ રહ્યાં છીએ. સૌને હચમચાવી નાખનાર નિર્ભયાના કેસને સાત વર્ષ થયા છે અને હજી પણ આપણી નૈતિકતાનાં લીરેલીરા ઉડી રહ્યા છે. આવા અપરાધોને અટકાવવા માટે આપણે સખત કાયદાની જરૂર છે. આ બધુ અટકવુ જોઈએ.
- અક્ષયકુમાર

આ પણ વાંચો : માનુષી છિલ્લર એઇડ્સ વિશે ભારતમાં ફેલાવશે જાગરૂક્તા

ગુસ્સે છું, દુ:ખી છું, શૉક લાગ્યો છે. આટલો ખળભળાટ અને સજાગતા હોવા છતાં પણ કેવી રીતે કોઈ આવુ અમાનવીય, કલ્પી ન શકાય એવુ મહિલાઓ સાથે અપરાધ કરી શકે છે. શું આ નરાધમોને સજા અને કાયદાનો ડર નથી રહ્યો? આપણે એક સુઘડ સમાજ અને સિસ્ટમ બનાવવામાં ક્યાંક ખોટા પડ્યાં છીએ અને પાછળ જઈ રહ્યા છીએ.
- યામી ગૌતમ

bollywood news entertaintment Salman Khan abhishek bachchan