આરે કોલોનીમાં રાતે કાપવામાં આવેલા વૃક્ષોની વિરુદ્ધ બૉલીવુડનો ફૂટ્યો રોષ

06 October, 2019 10:47 AM IST  |  મુંબઈ

આરે કોલોનીમાં રાતે કાપવામાં આવેલા વૃક્ષોની વિરુદ્ધ બૉલીવુડનો ફૂટ્યો રોષ

ઊર્મિલા માતોન્ડકર

આરે કોલોનીમાં ઝાડ કાપવામાં આવતા બૉલીવુડની સેલિબ્રિટીઝે સોશ્યલ મીડિયામાં ગુસ્સો વ્યક્ત કર્યો છે. મેટ્રોના કાર શૅડ બનાવવા માટે આ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. આ જોતા લોકોની લાગણી પણ દુભાઇ રહી છે. થોડા સમય પહેલા બૃહન્મુંબઈ મહાનગર પાલિકાએ ૨,૭૦૦ ઝાડ કાપવાનુ મંજુરી આપી હતી. એને જોતા શ્રદ્ધા કપૂરે પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. શુક્રવારે રાતે કેટલાક ઝાડ કાપવામાં આવ્યા હતાં. એને જોતા બૉલીવુડની સેલિબ્રિટીઝે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. કોણે શું કહ્યું એ જોઈએ.

રાતનાં સમયે ઝાડ કાપવા એ દેખાડે છે કે તેઓ પોતે પણ જાણે છે કે તેઓ ખોટુ કરી રહ્યાં છે.
- ફરહાન અખ્તર

રાતના સમયે જ શું કામ ઝાડ કાપવામાં આવે છે? આ મેટ્રો શેડ બનવાથી કોણ ધનવાન થવાનું છે? શરૂઆતથી લઈને અત્યાર સુધીનું બધુ જ શંકાસ્પદ છે અને એમાં પણ સવાલ તો એ પણ ઊભા થાય છે કે ઝાડ કાપવા માટે પહેલા હસ્તાક્ષર કેવી રીતે મેળવ્યા હતા.
- રિચા ચઢ્ઢા

રાતના સમયે ઝાડ કાપવા એ દેખાડે છે કે તેઓ પોતે પણ એ જાણે છે કે તેઓ જે કરી રહ્યા છે એ અયોગ્ય અને અમાનવીય છે. ગ્રેટા થુનબર્ગે જે કામ કર્યું છે એની સામે આપણે આંખઆડાકાન કરી રહ્યાં છીએ.
- ઊર્મિલા માતોન્ડકર

આ પણ વાંચો : 'ડ્રીમ ગર્લ'ની સફળતાથી ખુશ થઈ નુસરત નીકળી વેકેશન પર, બિકિનીમાં તસવીરો વાયરલ

અડધી રાતે ૪૦૦ ઝાડ કાપવામાં આવ્યા છે. આવી ઘટનાને અટકાવવા માટે દરેક નાગરીકોએ આગળ આવીને એકતા દેખાડવી જોઈએ. શું તમને નથી દેખાતુ કે આ વૃક્ષો પ્રેમથી એક સાથે ઉભા છે? કુદરતનો પ્રેમ, આપણાં બાળકો અને આપણાં ભવિષ્યની કાળજી કરતા તેઓ આપણાં માટે ઉભા છે.

- દિયા મિર્ઝા

aarey colony urmila matondkar richa chadda bollywood news