'ડ્રીમ ગર્લ'ની સફળતાથી ખુશ થઈ નુસરત નીકળી વેકેશન પર, બિકિનીમાં તસવીરો વાયરલ

Published: Oct 06, 2019, 09:29 IST | મુંબઈ

ડ્રીમ ગર્લની અભિનેત્રી નુસરત ભરૂચા ફિલ્મની સફળતાથી ખૂબ જ ખુશ છે. જેને માણવા તે વેકેશન પર નીકળી છે.

વેકેશન પર નુસરત ભરૂચા
વેકેશન પર નુસરત ભરૂચા

નુસરત ભરૂચા થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે. તે પાંચ યુવતીઓ સાથે 10 દિવસના વેકેશન પર છે. વેકેશન વિશે જણાવતા નુસરત ભરૂચાએ કહ્યું કે, 'હુ પહેલા સાત દિવસ ફુકેટની આપાસના દ્વીપો પર ફરી છું. અમે એક ટાપુ પર એક રિસોર્ટ પર રોકાયા હતા અને આ ટાપુ પર પહોંચવા માટે 20 મિનિટ હોડીની સવારી કરવી પડે છે'.

નુસરતે એમ પણ કહ્યું કે તે સામાન્ય ફરવાના સ્થળોની જગ્યાએ દૂરના સ્થળો વિશે જાણવું વધારે પસંદ કરે છે. તેમણે સ્થાનિક વ્યંજનોની મજા માણી અને કૉફીની દુકાન પર મસ્તી કરી. પરંતુ ખરી મજા તેને તેને ફુકેટના જુના શહેરમાં આવી.

 
 
 
View this post on Instagram

Tropic like it’s hot 🔥 . . 📸 @sanjnas 😘

A post shared by nushrat (@nushratbharucha) onOct 4, 2019 at 10:55pm PDT


નુસરતે કહ્યું કે, 'અમે દરેક રાત્રે પાર્ટી કરી રહ્યા છે. એક દાયકાથી મારી સારી મિત્ર રહેલી સૃષ્ટિ નવેમ્બરમાં લગ્ન કરી રહી છે. એટલે અમે યાદો બનાવી રહ્યા છે. અમે દરેક રાત્રે પાગલો જેવી હરકતો કરી રહ્યા છે પરંતુ હું તમને કાંઈ જણાવીશ નહીં.' નુસરતે આગળ એવું પણ કહ્યું કે તેમને ગ્રુપનો એક નિયમ છે કે રજા દરમિયાન કોઈને સુવાની મંજૂરી નથી.

સાથે નુસરતે કહ્યું કે તેમની યાત્રાઓ એટલી વ્યસ્ત છે કે તેમને મુંબઈ પાછા આવવા માટે એક અઠવાડિયાનો સમય જોઈએ. તેઓ સમુદ્ર તટ પર સમય વિતાવે છે. લહેરોની સવારી થાય છે અને વૉટર સ્પોર્ટ્સ રમવામાં આવે છે. ડિનર પછી શોપિંગ.  વહેલી સવારે પાછું આવવાનું. બે કલાક સુવાનું અને નાસ્તો કરવાનું.

આ પણ જુઓઃ Aishwarya Majmudar: જુઓ ગરબા પ્રિન્સેસના અમેઝિંગ નવરાત્રી લૂક્સ

ડ્રીમ ગર્લમાં નુસરતની ભૂમિકાને પસંદ કરવામાં આવી હતી. જે બાદ હવે તે હંસલ મહેતાની ફિલ્મ તુર્રમ ખાનમાં નજર આવશે. જેમાં રાજકુમાર રાવ પણ મહત્વની ભૂમિકામાં છે. નુસરતે ફિલ્મ વિશે જણાવતા કહ્યું કે માત્ર બે દિવસનું પેચ વર્ક બાકી છે. બાદમાં આ ફિલ્મને વર્ષના અંત સુધી જાહેર કરી દેવામાં આવશે. તે 2020ની શરૂઆતની રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK