Bigg Boss સીઝન 13 છે વૉર થીમ પર બેઝ્ડ , નહી જોવા મળે જલ્લાદ

19 August, 2019 08:48 PM IST  | 

Bigg Boss સીઝન 13 છે વૉર થીમ પર બેઝ્ડ , નહી જોવા મળે જલ્લાદ

ટીવીનો સૌથી મોટો રિયાલિટી શૉ બિગ બોસ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. સલમાન ખાને શૉના પહેલા પ્રોમોને શૂટ કરી લીધો છે જેનો વીડિયો ટૂક સમયમાં રિલીઝ કરવામાં આવશે. કલર્સના ટ્વિટર એકાઉન્ટ પર શૉને લઈને બઝ શરૂ થઈ ગયો છે. 13 ઓગસ્ટના ચેનલના ટ્વિટર હેન્ડલ પર એક ટ્રીકી પ્રશ્ન પુછવામાં આવ્યો હતો પરંતુ આ પશ્નની સાથે વપરાયેલો હેશટેગ #BB13WAR પણ ચર્ચામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ હેશટેગનું કનેશક્શન શૉની થીમ પરથી છે. આ વખતે બિગ બોસની સીઝનમાં વૉર થીમ જોવા મળી શકે છે. શૉના મેકર્સ આ થીમને અલગ રીતે પ્રમોટ કરી રહ્યાં છે. ટ્વીટમાં #BB13Warનો ઉપયોગ કરીને મજેદાર પ્રશ્નો પુછવામાં આવ્યાં છે. ટ્વીટમાં લખ્યું છે કે, જો શિલ્પા શિંદે અને દીપિકા કક્કડ ઈબ્રાહિમ બિગ બોસની એક જ સીઝનમાં હોત તો તમારા પ્રમાણે આ શૉ કોણ જીત્યું હોત?'

પૂછવામાં આવેલા પ્રશ્નનો દર્શકો અલગ અલગ જવાબ આપી રહ્યાં છે તેની સાથે જ #BB13War હેશટેગ પણ ચર્ચાનો વિષય બન્યું છે. બન્ને વિનરની તુલના કરવામાં ઉસ્તુકતા એટલી વધી ગઈ કે બન્નેના ફેન્સ આમને-સામને થઈ ગયા. માનવામાં આવી રહ્યું છે કે બિગ બોસની 13મી સીઝનમાં પણ કન્ટેસ્ટન્ટ્સમાં વૉર ડ્રામા જોવા મળી શકે છે. આ સીઝનમાં મોટા બદલાવ થવાની સંભાવના છે. બિગ બોસ સીઝન 13માં જલ્લાદની ભૂમિકામાં જોવા મળતા ચિંતન ગાંગર પણ જોવા મળશે નહી. ચિંતન ગાંગરે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.

Salman Khan gujarati mid-day