ધ સેક્સીએસ્ટ એશિયન મૅન 2019ની લિસ્ટમાં બિગ-બૉસના આસિમ રિયાઝની એન્ટ્રી

06 December, 2019 02:31 PM IST  |  Mumbai

ધ સેક્સીએસ્ટ એશિયન મૅન 2019ની લિસ્ટમાં બિગ-બૉસના આસિમ રિયાઝની એન્ટ્રી

આસિમ રિયાઝ

તાજેતરમાં ટેલિવિઝન રિયાલિટી શૉ બિગ-બૉસ 13માં સારી ગેમ રમતા નજર આવી રહ્યા છે. આસિમ હવે ફક્ત બિગ-બૉસમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી સેક્સી મૅનની લિસ્ટમાં પણ સામેલ થઈ ચૂક્યા છે. આસિમ સિવાય ટીવીના કેટલાક અન્ય એક્ટર્સ પણ આ લિસ્ટમાં જગ્યા બનાવવામાં સફળ થઈ ગયા છે.

હાલમાં જ ઈસ્ટર્ન આઈ વેબસાઈટ દ્વારા એશિયાના સૌથી સેક્સી મૅનની લિસ્ટ શૅર કરવામાં આવી છે જેમાં બૉલીવુડ એક્ટર હ્રિતિક રોશને પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે બાદ હ્રિતિક એશિયાના સૌથી સેક્સી મૅન બની ગયા છે. આ લિસ્ટમાં બિગ-બૉસ 13 ફૅમ આસિમ રિયાઝ પણ સામેલ છે.

આસિમ રિયાઝ આ લિસ્ટમાં 24માં નંબર પર છે. માત્ર 26 વર્ષના આસિમ રિયાઝ એક મૉડલ છે જે ઘણી ટીવી કમર્શિયલનો હિસ્સો પણ રહી ચૂકી છે. હાલ આસિમ રિયાઝ બિગૃબૉસ શૉમાં પોતાના સારા પ્રદર્શનથી દર્શકોને ઈમ્પ્રેસ કરતા નજર આવી રહ્યા છે.

આસિમ રિયાઝ સિવાય ટીવીના કેટલાક એક્ટર્સ પણ એશિયાના સૌથી સેક્સી મૅનની લિસ્ટમાં છે. ટીવી સ્ટાર વિવિયન ડિસેનાએ ટૉપ 10માં જગ્યા બનાવતા આ લિસ્ટમાં ત્રીજો નંબર અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એક્ટર મોસીન ખાને 8મો નંબર પ્રાપ્ત કર્યો છે. એ સિવાય આ લિસ્ટમાં શહીર શેખ (11), ગુરમીત ચૌધરી (18) અને કરણ વોહરા (22) પણ સામેલ છે.

આ પણ જુઓ : બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..

આસિમ રિયાઝની બિગ-બૉસ જર્નીની વાત કરીએ તો આસિમ અને સિદ્ધાર્થ શુક્લા બન્ને સારા મિત્ર હતા બાદ બન્નેના સંબંધમાં તિરાડ પડી ગઈ. બાદ બન્નેના ઝઘડાઓની ચર્ચા આજે પણ થઈ રહી છે. આસિમ સાથે લડાઈ દરમિયાન સિદ્ધાર્થે એને ધક્કો માર્યો હતો એના બાદ કેટલાક ફૅન્સ ટ્વિટર પર આસિમના સપોર્ટમાં આવી ગયા હતા. થોડા સમય પહેલા જસ્ટિસ ફૉર આસિફ ટ્વિટર ટ્રેન્ડિંગ હતું.

Bigg Boss 13 bollywood news siddharth shukla karanvir bohra gurmeet choudhary vivian dsena