મારા પિતાની બાયોપિક મારો ડ્રીમ પ્રોજેક્ટ છે : ભૂષણ કુમાર

03 August, 2019 12:14 PM IST  |  મુંબઈ

મારા પિતાની બાયોપિક મારો ડ્રીમ પ્રોજેક્ટ છે : ભૂષણ કુમાર

ભૂષણ કુમાર

ભૂષણ કુમાર માટે તેનાં પિતાની બાયોપિક બનાવવી એ એક ડ્રીમ પ્રોજેક્ટ છે. ટી-સીરીઝનાં ફાઉન્ડર ગુલશન કુમારની બાયોપિક ‘મોગલ’ને બનાવવામાં તે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવા નથી માગતો. મ્યુઝીક ઇન્ડસ્ટ્રીમાં ગુલશન કુમાર ખૂબ જ મોટું નામ છે. ૧૯૯૭માં તેમની હત્યા કરવામાં આવી હતી. ગુલશન કુમારની બાયોપિક વિશે જણાવતાં ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘બાયોપિક પર હાલમાં કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ હું એનાં કલાકારો અને એનાં ડિરેક્ટરનાં નામની જાહેરાત કરીશ. આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. સાથે જ એને બનાવવામાં હું કોઈ ઉતાવળ કરવા નથી માગતો કારણ કે કેટલીક વસ્તુઓ એનાં યોગ્ય સમય પર જ થાય છે.’

આ પણ વાંચો : સમીર અંજાન સાથે ફરી કામ કરવા માટે ઉત્સાહીત છે હિમેશ રેશમિયા

આ બાયોપિકમાં પહેલાં અક્ષયકુમાર લીડ રોલમાં હતો. જોકે બાદમાં તે આ ફિલ્મમાંથી પાછળ ખસી ગયો હતો. લીડ રોલ માટે કલાકારે પોતાની જાત પર ખાસ્સી મહેનત કરવાની રહેશે. એ વિશે ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘મારા પિતાની બાયોપિકને ન્યાય આપવા માટે લીડ ઍક્ટરને એ કૅરૅક્ટરમાં પૂરી રીતે ઢળવા માટે સમયની જરૂર પડશે. હું હંમણાં વધુ ન જણાવી શકું. જોકે હું ખુશ છું કે આ ફિલ્મ બની રહી છે. ૨૦૨૧ અથવા તો ૨૦૨૨ સુધીમાં આ બાયોપિકને રિલીઝ કરવાનાં પ્રયાસ કરીશું.’

bhushan kumar bollywood news