બર્થ-ડેને સેલિબ્રેટ કરવા માટે ભૂમિની મમ્મી અને બહેન લખનઉ પહોંચી

17 July, 2019 01:16 PM IST  | 

બર્થ-ડેને સેલિબ્રેટ કરવા માટે ભૂમિની મમ્મી અને બહેન લખનઉ પહોંચી

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનો આવતી કાલે બર્થ-ડે હોવાથી સેલિબ્રેશન માટે તેની મમ્મી અને બહેન લખનઉ પહોંચી ગયા છે. ભૂમિ ત્યાં કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે સાથે ‘પતિ, પત્ની ઔર વો’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તે કાર્તિકની વાઇફનાં પાત્રમાં જોવા મળવાની છે. ભૂમિ દર વર્ષે ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે બર્થ-ડે સેલિબ્રેટ કરે છે. જોકે આ વખતે તેને એક મહિનાનાં શૂટિંગ માટે લખનઉ જવુ પડ્યું છે. એથી લાગી રહ્યું છે કે આ વર્ષે સ્પેશ્યલ સેલિબ્રેશનની શક્યતા નથી. ભૂમિને ફિલ્મનો સૌથી અગત્યનો ભાગ શૂટ કરવાનો છે. આ શૂટિંગ તેનાં બર્થ-ડેનાં દિવસથી જ શરૂ થવાનું છે.

આ પણ વાંચો : હ્રિતિક અને કરણ જેવા મોટા નામના લીધે પર અટૅક કરવામાં આવી રહ્યો છે : કંગના

ભૂમિની વ્યસ્તતાને કારણે તેની ફૅમિલીની ઈચ્છા છે કે નાનકડું સેલિબ્રેશન તો થવુ જ જોઈએ. આજ કારણ છે કે તેની મમ્મી અને બહેન લખનઉમાં શૂટિંગ બાદ બર્થ-ડે ડિનર પર જશે. આ ડિનર ભૂમિ અને તેની ફૅમિલી માટે ખૂબ અગત્યનું છે કેમ કે તેઓ એક મહિના સુધી એકબીજાને મળી શકવાનાં નથી.

bhumi pednekar bollywood news