કૂલેસ્ટ અને ઓલ્ડેસ્ટ દાદી સાથે પેડણેકર

09 April, 2019 11:59 AM IST  | 

કૂલેસ્ટ અને ઓલ્ડેસ્ટ દાદી સાથે પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરે તાજેતરમાં જ મહિલા શાર્પશૂટર્સ સાથેના ફોટો શૅર કર્યા હતા. ‘સાંડ કી આંખ’ શાર્પશૂટર્સ ચન્દ્રો તોમર અને પ્રકાશી તોમરના જીવન પર આધારિત છે. આ બન્ને સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભૂમિએ કૅપ્શન આપી હતી કે ‘વિશ્વની સૌથી વૃદ્ધ શાર્પશૂટર્સ ચન્દ્રો તોમર અને પ્રકાશી તોમર. કૂલેસ્ટ શૂટર દાદી. તેમના જીવનની સ્ટોરીનો ભાગ બનવાથી હું હૃદયપૂર્વક આભાર માનું છું. હું જેટલો વધુ સમય તેમની સાથે પસાર કરી રહી છું એટલું વધુ તેમની મહાન સિદ્ધિઓ વિશે જાણવા મïળી રહ્યું છે. મારા માટે તેઓ ખૂબ જ સ્પેશ્યલ છે અને મારા પર તેમના આશિષ છે.

આ પણ વાંચો : સાંડ કી આંખની દરેક વસ્તુ મારા માટે એલિયન જેવી : તાપસી પન્નુ

આટલાં વહાલ અને સન્માન માટે થૅન્ક યુ. તમને ભરપૂર પ્રેમ. તુષાર હીરાનંદાની અને નિધિ પરમાર, તમારી સખત મહેનતના કારણે આ શક્ય બન્યું છે. અમને આ ફિલ્મમાં સામેલ કરવા માટે તમને બન્નેને અપાર પ્રેમ. મારી બહેન તાપસીની સાથે આ જર્ની અન્ય કરતાં અલગ છે.’

bhumi pednekar bollywood news