ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક પ્રકારના ઍક્ટર્સ માટે જગ્યા છે : ભૂમિ પેડણેકર

05 May, 2019 09:36 AM IST  |  મુંબઈ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક પ્રકારના ઍક્ટર્સ માટે જગ્યા છે : ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે દરેક પ્રકારના ઍક્ટર્સને બૉલીવુડમાં કામ મળી રહે છે. ભૂમિએ હાલમાં જ ‘સાંડ કી આંખ’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ માટે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુએ પણ કામ કર્યું છે. બૉલીવુડમાં કઈ અભિનેત્રી સાથે તેની કૉમ્પિટિશન છે એ વિશે પૂછતાં ભૂમિએ કહ્યું હતું કે ‘મારી કોઈ સાથે કૉમ્પિટિશન નથી. મારું માનવું છે કે આજે બૉલીવુડમાં દરેક ઍક્ટરને કામ મળી રહે છે. આજના સમયમાં અમે એટલુંબધું સારું કામ કરી રહ્યા છીએ કે ફાલતુની કૉમ્પિટિશન માટે અમારી પાસે સમય જ નથી.

આ પણ વાંચો : સડક 2 કંઈ મારી નવી શરૂઆત નથી : મહેશ ભટ્ટ

અમે બધા એકબીજાના કામને સપોર્ટ કરી રહ્યા છીએ. અમે બધા ઇચ્છીએ છીએ કે અમારી ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સારી રહે અને અમારા કામને લોકો પસંદ કરે. મારા દરેક સાથી ઍક્ટર અદ્ભુત છે અને એથી જ હું જ્યારે તેમના કામને જોઉં છું ત્યારે મને ખૂબ જ પ્રેરણા મળે છે.’

bhumi pednekar taapsee pannu anurag kashyap bollywood news