પતિ, પત્ની ઔર વોનાં શૂટિંગ માટે લખનઉ પહોંચી ભૂમિ પેડણેકર

09 July, 2019 09:27 AM IST  | 

પતિ, પત્ની ઔર વોનાં શૂટિંગ માટે લખનઉ પહોંચી ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરે લખનઉમાં તેની આગામી ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે જોવા મળશે. આ ફિલ્મ ૧૯૭૮માં આવેલી સંજીવ કુમાર, વિદ્યા સિંહા અને રંજીતા કૌરની ફિલ્મની રીમેક છે. આ રીમેકની સ્ટોરીને વર્તમાન સમયની સ્ટોરી સાથે ઢાળવામાં આવી છે. ‘પતી, પત્ની ઔર વો’માં ભૂમિ મોટા શહેરની યંગ અને કૂલ ગર્લનાં પાત્રમાં જોવા મળશે. લખનઉ જતાં પહેલાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભૂમિએ કૅપ્શન આપી હતી કે હું ‘પતિ, પત્ની ઔર વો’નાં શૂટિંગ માટે જઈ રહી છું. 

આ પણ વાંચો : જૅકલિન ફર્નાન્ડિસના ઇન્સ્ટાગ્રામ પર 30 મિલ્યન ફૉલોઅર્સ થયાં

આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘આ સ્ક્રિપ્ટ ખૂબ જ અદ્ભુત છે. આ સ્ટોરી ફ્રેશ, ફની અને આજે દર્શકો જે પ્રકારની સ્ટોરી જોવા માગે એવી છે. કાર્તિક ખૂબ જ ફની છે અને તેનો કોમિક ટાઇમિંગ પણ પર્ફેક્ટ છે. સ્ક્રીન પર તેની એનર્જી ખૂબ જ અદ્ભુત હોય છે. તેઓ પહેલી વાર સાથે કામ કરી રહ્યાં છે અને તેમની જોડીને લોકો પસંદ કરશે એવી તેને આશા છે.’

bhumi pednekar bollywood news