ફૅસ ઑફ એશિયા બની ભૂમિ પેડણેકર

05 October, 2019 12:15 PM IST  |  મુંબઈ

ફૅસ ઑફ એશિયા બની ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરને હાલમાં જ ‘ફૅસ ઑફ એશિયા’નો અવૉર્ડ આપવામાં આવ્યો છે. સાઉથ કોરિયાના બુસાનમાં આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણથી બાર ઑક્ટોબર સુધી ચાલી રહેલાં આ શોમાં કોરિયાના જાણીતા ફિલ્મ એન્ડ ફૅશન મૅગેઝિન દ્વારા ભૂમિને આ અવૉર્ડ આપવામાં આવ્યો છે. બુસાન ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા અવૉર્ડ માટે નામ નોમિનેટ કરવામાં આવે છે.

‘દમ લગા કે હઈશા’થી શરૂઆત કરનાર ભૂમિ તેની તમામ ફિલ્મ દ્વારા દર્શકોને મનોરંજન પૂરી પાડી રહી છે. એકતા કપૂર સાથેની તેની ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’નું પ્રીમિયર આ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું છે. ભૂમિ હાલમાં તેની ‘સાંડ કી આંખ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, પરંતુ તેણે આ ફેસ્ટિવલ માટે સ્પેશ્યલ સમય કાઢી ત્યાં હાજરી આપી છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ૮૫ દેશમાંથી ૨૯૯ ફિલ્મોની એન્ટ્રી આવી છે. તેમજ દુનિયાભરના જાણીતા ફિલ્મમેકર્સ પણ આ ફેસ્ટિવલમાં હાજરી આપી રહ્યાં છે. આ અવૉર્ડ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘મને ખૂબ જ ખુશી છે કે મારા કામને બુસાનમાં દર્શકો અને ક્રિટીક્સ દ્વારા પસંદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : દીપિકા અને રણવીર સિંહની જોડી સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં જોવા મળે

ઇન્ટરનૅશનલ લેવલ પર આ મારી પહેલી જીત છે અને એનો મને ખૂબ જ ગર્વ છે. કોઈ પણ ફિલ્મ દ્વારા કોઈ સંદેશ આપવામાં આવતો હોય એવી ફિલ્મો કરવાનું મને ગમે છે અને એમાં હું મારું બેસ્ટ આપવાની કોશિશ કરું છું. ભવિષ્યમાં પણ મારી ફિલ્મોને યાદ રાખવામાં આવી એવી ફિલ્મો કરવામાં મને રસ છે. મારી ફિલ્મની કાસ્ટ, ડિરેક્ટર અલંક્રિતા શ્રિવાસત્વ અને મારા પ્રોડ્યુસર્સ એકતા કપૂર અને રુચિકા કપૂરે મને આ તક આપી એ માટે હું તેમની આભારી છું.’

bhumi pednekar bollywood news