ભાગ્યશ્રીના પતિની કરાઈ ધરપકડ, આ છે કારણ

03 July, 2019 05:37 PM IST  |  મુંબઈ

ભાગ્યશ્રીના પતિની કરાઈ ધરપકડ, આ છે કારણ

બોલીવુડની એક્ટ્રેસ ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાનીની ધરપકડ થઈ છે. મુંબઈ પોલીસે ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાનની ધરપકડ કરી છે. હિમાલય દાસાની પર મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં જુગારના અડ્ડા ચલાવવાનો આરોપ છે. પોલીસે આ કેસમાં સંખ્યાબંધ લોકોની અટકાયત કરીને પૂચપરછ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે 11 જૂનના રોજ અંધેરી પશ્ચિમના લોખંડવાલાના એક ફ્લેટમાં જુગાર રમતા 21 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ફ્લેટમાંથી કાર્ડ્ઝ, પોકરની બુક અને 7.5 લાખની રોકડ મળી આવી હતી. આ દરોડા બાદ પોલીસે ફ્લેટના કેરટેકર દીપક ગુપ્તાની ધરપકડ કરી. દીપક ગુપ્તાની પૂછપરછ દરમિયાન જ આ ફ્લેટનો માલિક ભાગ્યશ્રીનો પતિ હિમાલય દાસાની અને પાર્ટનર કરણ ઠક્કર નામનો વ્યક્તિ હોવાનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચોઃ નાયક નહીં આ ગુજરાતી એક્ટર્સ Reel લાઈફમાં છે ખલનાયક

દરોડા દરમમિયાન મુંબઈ પોલીસને ફ્લેટમાંથી એક લાલ ડાયરી પણ મળી આવી હતી, જેમાં અડ્ડાના માલિક તરીકે હિમાલય દાસાનીનું નામ લખેલું હતું. આ ડાયરીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જે બાદ 1 જુલાઈ એટલે કે સોમવારે હિમલાયને અંબોલી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. અને કલાકોની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી. જો કે મંગળવારે તેને જામીન પર છોડી મૂકાયો હતો.

bollywood bhagyashree Salman Khan