માર્વલ સ્ટુડિયોઝની આગામી ફિલ્મમાં બપ્પી લાહિરીનાં ગીતનો સમાવેશ

06 March, 2019 09:34 AM IST  | 

માર્વલ સ્ટુડિયોઝની આગામી ફિલ્મમાં બપ્પી લાહિરીનાં ગીતનો સમાવેશ

બપ્પી લાહિરી

બપ્પી લાહિરીના ગીતનો માર્વલ સ્ટુડિયોઝની આગામી ફિલ્મમાં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. માર્વલ સ્ટુડિયોઝની ફિલ્મો દુનિયાભરમાં જાણીતી છે. આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ રહી હોય ત્યારે બૉલીવુડની બૉક્સ-ઑફિસ પર એનો જ દબદબો હોય છે. ૨૦૧૭માં આવેલી ‘ગાર્ડિયન્સ ઑફ ધ ગૅલૅક્સી વૉલ્યુમ ૨’ની સ્પેશ્યલ પ્રમોશનલ ક્લિપમાં બપ્પી લાહિરીનું ગીત ‘ઝૂમ ઝૂમ ઝૂમ બાબા’નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગીત સાંભળીને ફિલ્મના હીરો ક્રિશ પ્રાટે ‘Whoa... wow’ કહ્યું હતું. માર્વલ ફિલ્મ્સમાં પણ ઇન્ડિયાનું ઘણી વાર કનેક્શન દેખાડવામાં આવ્યું છે. ‘સ્પાઇડરમૅન : હોમકમિંગ’માં ટોની સ્ટાર્ક એટલે કે આયર્નમૅન ઇન્ડિયન વેડિંગમાં હાજરી આપતો જોવા મળ્યો હતો. ‘ધ ઍવેન્જર્સ’માં પણ ઇન્ડિયન ઝૂંપડપટ્ટી દેખાડવામાં આવી હતી. હવે ફરી એની આગામી ફિલ્મમાં ઇન્ડિયન ગીતનો સમાવેશ કરવામાં આવે એવું બની શકે છે.

આ પણ વાંચો : આ સૂર્યવંશી માત્ર બંધુક જ નથી ચલાવતો, સાથે આમ ગર્જે પણ છે અક્ષય કુમાર

આ વિશે વધુ જણાવતાં બપ્પી લાહિરીએ કહ્યું હતું કે ‘હું હાલમાં માર્વલ સ્ટુડિયોઝ સાથે વાતચીત કરી રહ્યો છું. એણે મારું ગીત ‘ઝૂમ ઝૂમ ઝૂમ બાબા’નો ઉપયોગ કર્યો હતો. ‘ગાર્ડિયન્સ ઑફ ધ ગૅલૅક્સી વૉલ્યુમ ૨’ના હીરો ક્રિશ પ્રાટને આ ગીત ખૂબ જ ગમ્યું હતું. તેમની આગામી ફિલ્મમાં મારા ગીતનો સમાવેશ કરવામાં આવે એ શક્ય છે. હું એપ્રિલમાં હૉલીવુડ જઈ રહ્યો છું.’

bappi lahiri bollywood news indian music