બાલાની સ્ક્રિપ્ટ મારી રિયલ લાઇફ સ્ટોરીમાંથી ચોરી કરી છે: કમલ કાંત

06 November, 2019 10:22 AM IST  |  Mumbai

બાલાની સ્ક્રિપ્ટ મારી રિયલ લાઇફ સ્ટોરીમાંથી ચોરી કરી છે: કમલ કાંત

કમલ કાંત ચન્દ્રા

ફિલ્મ મેકર કમલ કાંત ચન્દ્રાનો દાવો છે કે ‘બાલા’ની સ્ક્રિપ્ટ તેની રિયલ લાઇફ સ્ટોરીમાંથી ચોરી કરવામાં આવી છે. આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ ૮ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝ પર હંમેશાંની માટે પ્રતિબંધ લગાવવામાં આવે એવી માંગણી કરતાં કમલ કાંત ચન્દ્રાએ કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે ‘બાલા’ પર હંમેશાં માટે સ્ટે મૂકવામાં આવે. એથી હું એ વિષય પર ફિલ્મ બનાવી શકું. ખરું કહું તો આ મારી બાયોપિક છે. આ મારી રિયલ લાઇફ સ્ટોરી છે.’

‘બાલા’ એક પછી એક એમ અનેક વિવાદોનાં વમળમાં ફસાતી જઈ છે. આ અગાઉ ‘ઉજડા ચમન’ને લઈને પણ બન્ને વચ્ચે ખટરાગ થયો હતો. ચન્દ્રાનું એમ પણ કહેવું છે કે તેણે ‘બરેલી કી બર્ફી’ના પ્રમોશન વખતે આયુષ્માન સાથે મુલાકાત કરી હતી. એ દરમ્યાન આ ફિલ્મ આયુષ્માનને ઑફર કરી હતી. બન્ને વચ્ચે મીટિંગ પણ થવાની હતી. જોકે આયુષ્માન એ મીટિંગમાં હાજર નહોતો રહ્યો. આમ છતાં તેને સ્ટોરી કહેવામાં આવી હતી.

થોડા સમય બાદ ફરી એકવાર આ ફિલ્મ વિશે તેને જણાવવામાં આવ્યુ હતું, પરંતુ આયુષ્માનનાં મૅનેજરે તેને કૉલ કરીને જણાવ્યું હતું કે આયુષ્માનને વાળ વિનાનાં પુરુષનું પાત્ર ભજવવામાં કોઈ રસ નથી. જોકે ૨૦૧૮ની ડિસેમ્બરે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આયુષ્માન એક એવા પાત્રને ભજવવાનો છે જેના સમય પહેલા વાળ ખરી ગયા છે. આ જાણ્યા બાદ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું જણાવતાં ચન્દ્રાએ કહ્યું હતું કે ‘હું ચોંકી ગયો હતો. મેં તેમને લીગલ નોટિસ મોકલી હતી.

આ પણ વાંચો : સારા અલી ખાન ખૂબ કામ કરાવે છે : વરુણ

માર્ચમાં મેં તેની અને મેકર્સની વિરુદ્ધ બોમ્બે હાઇ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. એ વખતે ‘બાલા’ના પ્રોડ્યુસર દિનેશ વિજને કહ્યું હતું કે તેઓ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. ૨૦૧૯ની ઑક્ટોબરમાં હું સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. ૪ નવેમ્બરે સુપ્રિમ કોર્ટે બોમ્બે હાઇ કોર્ટને આદેશ આપ્યા છે કે ૮ નવેમ્બરે ‘બાલા’ રિલીઝ થાય એ પહેલા વિવાદને ઉકેલવામાં આવે.’

ayushmann khurrana bollywood news