નૅશનલ અવૉર્ડ મળતાં મારા પિતા એકદમ ગળગળા થઈ ગયા હતા : આયુષ્માન

13 August, 2019 03:05 PM IST  |  મુંબઈ

નૅશનલ અવૉર્ડ મળતાં મારા પિતા એકદમ ગળગળા થઈ ગયા હતા : આયુષ્માન

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે તેને નૅશનલ અવૉર્ડ મળતાં તેનાં પિતા ગળગળા થઈ ગયા હતાં. આયુષ્માનને ‘અંધાધુન’ માટે બેસ્ટ ઍક્ટરનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ જાહેર થતાં જ આયુષ્માનને તેના પિતો ફોન કર્યો હતો. એ દરમ્યાન તેનાં પિતા હરખને કારણે બોલી પણ શકતા નહોતા. આ વિશે વિસ્તારમાં જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘નૅશનલ અવૉર્ડ મળવાનાં સમાચાર મળતાં અમે જ્યારે વાત કરી રહ્યા હતાં ત્યારે મારા પિતા ફોન પર જ ગળગળા થઈ ગયા હતાં. તેઓ એટલા તો ખુશ થયા હતાં કે તેઓ બરાબર બોલી પણ શકતા નહોતા. મારા કરતાં તો તેઓ પારાવાર ખુશ થયા હતાં. તાહીરા (વાઇફ) પણ ખૂબ ઇમોશનલ થઈ હતી. ત્યાર બાદ અમે ફૅમિલી ડિનર લીધુ હતું. એ બધુ ખૂબ જ સુંદર હતું.’

નૅશનલ અવૉર્ડ પહેલેથી જ બકેટ લિસ્ટમાં હતો આયુષ્માનના

આયુષ્માન ખુરાનાની પહેલેથી જ નૅશનલ અવૉર્ડ મેળવવાની ઇચ્છા હતી. આ અવૉર્ડની જ્યારે જાહેરાત થઈ ત્યારે આયુષ્માન ઍડની શૂટિંગમાં બિઝી હતો. તેને ફોન પર એ દરમ્યાન શુભેચ્છાઓનાં મેસેજીસ આવવા લાગ્યા હતાં. અવૉર્ડ વિશે આયુષ્માન ખુરાનાએ કહ્યું હતું કે ‘હું ખૂબ ભાવવિભોર થયો છું. ખરું કહું તો હું હજી પણ એને સ્વીકારવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું મુંબઈ જ્યારે એક ઍક્ટર બનવા આવ્યો હતો ત્યારથી જ આ અવૉર્ડ મારા બકેટ લિસ્ટમાં હતો. મેં જે પ્રકારની ફિલ્મો કરી એ ક્રેડિબિલિટી અને કન્ટેન્ટને જોઈ‌ને કરી હતી. મને આશા હતી કે મારી લાઇફમાં આ દિવસ જરૂર આવશે. તમે જ્યારે કોઈ ફિલ્મમાં કામ કરો તો અવૉર્ડને ધ્યાનમાં રાખીને કામ નથી કરતાં. જોકે હું ખુશ છું કે ‘અંધાધુન’ને અવૉર્ડ મળ્યો.’

આ પણ વાંચો : રિતેશ અને જેનિલિયાએ કર્યું મહારાષ્ટ્રના પૂરગ્રસ્તો માટે 25 લાખનું દાન

સેકન્ડ ક્લાસ ટ્રેનથી નૅશનલ અવૉર્ડ સુધીની જર્ની ખૂબ લાંબી રહી છે : આયુષ્માન

આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે નૅશનલ અવૉર્ડ સુધી પહોંચવા માટેનો સફર ખૂબ જ લાંબી રહી છે. સાથે જ તે મુંબઈમાં આવતી વખતે હંમેશાં સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરતો હતો. આ વિશે જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું જ્યારે કોલેજમાં હતો ત્યારે હું મારા ફ્રેન્ડ‍્સ સાથે મુંબઈ આવતી વખતે સેકન્ડ ક્લાસનાં સ્લિપર કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરતો હતો. દર વર્ષે હું અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લેવા માટે સેકન્ડ ક્લાસનાં સ્લિપર કૉચમાં જ યાત્રા કરતો હતો. એ મારા માટે બેસ્ટ મૅમરી છે. જર્ની ખૂબ લાંબી રહેતી હતી. ટ્રેન્સ ક્યારેક ૨૮થી ૪૮ કલાકનો સમય લેતી હતી. જોકે એક રેડિયો જૉકીથી શરૂ થયેલો પ્રવાસ, ટીવી પર કામ કર્યા બાદ એક ઍક્ટર તરીકે શરૂઆત કરવી અને હવે નૅશનલ અવૉર્ડ મળવો મારા માટે ખૂબ લાંબી જર્ની રહી છે.’

ayushmann khurrana bollywood news