‘ડ્રીમગર્લ’માં લોકોએ એન્ટરટેઇનિંગ હીરો તરીકે સ્વીકાર કર્યો : આયુષ્માન

15 September, 2019 10:21 AM IST  |  મુંબઈ

‘ડ્રીમગર્લ’માં લોકોએ એન્ટરટેઇનિંગ હીરો તરીકે સ્વીકાર કર્યો : આયુષ્માન

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે તે ખુશ છે કે લોકોએ તેને ‘ડ્રીમગર્લ’માં એન્ટરટેઇનિંગ હીરો તરીકે સ્વીકાર કર્યો છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મમાં નુશરત ભરૂચા પણ જોવા મળી રહી છે. ફિલ્મ વિશે ખુશી વ્યક્ત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું ખુશ છું કે ‘ડ્રીમગર્લ’ને સારી ઓપનિંગ મળી છે. આ ફિલ્મની આસપાસ ઘણી બધી પૉઝિટિવિટી છે એ મારા માટે પ્રોત્સાહન આપનાર છે. ‘ડ્રીમગર્લ’ દ્વારા મેં મનોરંજનમાં હાથ અજમાવ્યો છે. હું ખુશ છું કે દેશના દર્શકોએ મારો એન્ટરટેઇનિંગ હીરો તરીકે સ્વીકાર કર્યો છે.’

ફિલ્મની પૂરી ટીમ, ડિરેક્ટર રાજ શાંડિલ્ય અને નુશરત ભરૂચાનો આભાર માનતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું મારા રાઇટર અને ડિરેક્ટર રાજ શાંડિલ્યને અભિનંદન આપું છું કે તેમણે આ અદ્ભુત અને ફૅમિલી કૉમેડી ફિલ્મ બનાવી. સાથે જ હું મારી પ્રોડ્યુસર એકતા કપૂરનો વિઝન અને સપોર્ટ માટે આભાર માનું છું. ફિલ્મની પ્રશંસનિય શરૂઆત થઈ છે.

આ પણ વાંચો : આયુષ્માન ખુરાનાની કરીઅરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ પુરવાર થઈ ડ્રીમગર્લ

મારી હીરોઇન નુશરત ભરૂચા અને મારા કો-ઍક્ટર્સ, બ્રિલિયન્ટ અનુ કપૂર, મનજોત સિંહ, વિજય રાઝ, અભિષેક બૅનરજી, રાજ ભણસાલી, રાજેશ શર્મા, નિધિ બિશ્ત સાથે જ એ બધા ઍક્ટર્સને આ કૉમેડી ફિલ્મ બનાવવાનો શ્રેય આપું છું સાથે જ સ્પેશ્યલ ક્રેડિટ નિર્માણ ડી, મારા કો-રાઇટર અને રુચિકા કપૂર, મારા ક્રિએટિવ પ્રોડ્યુસરને આપવા માગું છું.’

ayushmann khurrana dream girl bollywood news