આયુષ્માન ખુરાનાની કરીઅરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ પુરવાર થઈ ડ્રીમગર્લ

Published: Sep 15, 2019, 10:10 IST | મુંબઈ

‘ડ્રીમગર્લ’ એ આયુષ્માન ખુરાનાની અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ સાબિત થઈ છે.

આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના

‘ડ્રીમગર્લ’ એ આયુષ્માન ખુરાનાની અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ સાબિત થઈ છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મનો પહેલા દિવસનો બિઝનેસ ૧૦.૦૫ કરોડ ­રૂપિયા થયો છે. આ ફિલ્મમાં તેની સાથે નુશરત ભરૂચા પણ જોવા મળી રહી છે. ફિલ્મમાં આયુષ્માન એક બેરોજગાર હોય છે અને તેને એક કૉલ સેન્ટરમાં નોકરી મળી જાય છે. જોકે તેને એક મહિલાના અવાજમાં વાત કરવાની હોય છે. તે પૂજા બનીને લોકો સાથે વાત કરે છે. લોકોને આ ફિલ્મ પસંદ પડી રહી છે. આયુષ્માનના કરીઅરની આ બેસ્ટ ઓપનિંગ ફિલ્મ છે. તેની પાછલી ફિલ્મોના પહેલા દિવસના કલેક્શન પર નજર નાખીએ તો ૨૦૧૨માં આવેલી તેની પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’એ પહેલા દિવસે ૧.૭૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. ૨૦૧૭માં આવેલી ‘શુભ મંગલ સાવધાન’એ ૨.૭૧ કરોડનું કલેક્શન પહેલા દિવસે મેળવ્યું હતું. ૨૦૧૭માં આવેલી ‘બરેલી કી બર્ફી’એ પહેલા દિવસે ૨.૪૨ કરોડનો બિઝનેસ કર્યો હતો. ૨૦૧૮માં આવેલી ‘અંધાધુન’એ ૨.૭૦ કરોડનો બિઝનેસ રિલીઝના પહેલા દિવસે કર્યો હતો.

આ પણ વાંચો : ધર્મેન્દ્ર અને તેમના પૌત્ર કરણ દેઓલમાં એક બાબતની છે સમાનતા

૨૦૧૮માં આવેલી ‘બધાઈ હો’એ ૭.૩૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. ૨૦૧૯માં આવેલી તેની ‘આર્ટિકલ 15’એ ૫.૦૨ કરોડનો વકરો કર્યો હતો. હવે ‘ડ્રીમગર્લ’એ પહેલા દિવસે ૧૦.૦૫ કરોડનો બિઝનેસ કર્યો છે. આવી રીતે આયુષ્માનની અત્યાર સુધીની તમામ ફિલ્મો કરતાં આ ફિલ્મે વધુ બિઝનેસ કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK