ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુસ સામે ફાઇટ કરશે આયુષ્માન ખુરાના

23 October, 2019 01:28 PM IST  |  મુંબઈ

ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુસ સામે ફાઇટ કરશે આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના હવે સરકાર અને યુનિસેફ સાથે મળીને બાળકો સાથે થતાં સેક્સ્યુઅલ એબ્યુસ સામે ફાઇટ કરતો જોવા મળશે. યુનિસેફની મિનિસ્ટ્રી ઑફ વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા આયુષ્માનને આ વિશે જાગરૂક્તા ફેલાવવા માટે પસંદ કરવામાં આવ્યો છે. પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફૅન્સ ઍક્ટ (POCSO) વિશે લોકોને માહિતગાર કરવા માટે આયુષ્માન કામ કરશે. આયુષ્માને આ વિશે એક વિડિયો પણ શૂટ કર્યો છે. આ વિશે વધુ જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘સોસાયટીના એક જાગૃત નાગરિક તરીકે હું હંમેશાં આપણ દેશના હિતમાં હોય એવા મહત્ત્વના મુદ્દા વિશે આગળ આવી કામ કરીશ.

આ પણ વાંચો : દોસ્તાના 2નો પાર્ટ ન હોવાનું દુ:ખ છે રાજકુમાર રાવને

જેમનું પણ સેક્સ્યુઅલ એબ્યુસ થાય છે તેમને તેમના હક અને તેમને મળતું પ્રોટેક્શન વિશે માહિતગાર કરવા જરૂરી છે. બાળકો પ્રત્યેનું આવું કૃત્ય ખૂબ જ ભયાનક છે. આપણી ભવિષ્યની જનરેશન માટે સરકાર અને યુનિસેફ આગળ આવી આ સ્ટેપ લઈ રહી છે એ બદલ હું તેમનો આભાર માનું છું.’

ayushmann khurrana bollywood news