સ્ટારડમ પ્રાઇસ ટૅગ સાથે આવે છે : આયુષ્માન ખુરાના

30 July, 2019 11:12 AM IST  |  મુંબઈ

સ્ટારડમ પ્રાઇસ ટૅગ સાથે આવે છે : આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાનું માનવું છે કે સ્ટારડમ પ્રાઇસ ટૅગ સાથે આવે છે. આયુષ્માનની ‘આર્ટિકલ 15’ લોકોને ખૂબ પસંદ પડી છે. તે હાલમાં અનેક ફિલ્મોનાં શૂટિંગમાં વ્યસ્ત છે. તેની ‘ગુલાબો સિતાબો’નું શૂટિંગ હાલમાં જ પૂરું થયું છે. ત્યાર બાદ તે ‘ડ્રિમગર્લ’, ‘બાલા’ અને ‘શુભ મંગલ ઝ્‌યાદા સાવધાન’માં જોવા મળશે. સ્ટારડમ વિશે જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘સ્ટારડમ પ્રાઇસ ટૅગ સાથે આવે છે. મારી ફૅમિલી સાથે સમય પસાર કરવાનો મને ખૂબ ઓછો સમય મળે છે. હું મુંબઈમાં માત્ર થોડા દિવસો માટે હતો, પરંતુ મને ફૅમિલી સાથે ખૂબ ઓછો સમય મળ્યો હતો. પોતાનાં ઘર-પરિવારથી દૂર રહેવુ એ સરળ નથી. એનાથી લાઇફ અઘરી બની જાય છે.’

આ પણ વાંચો : ધ લાયન ‌કિંગએ દસ દિવસમાં મારી સેન્ચુરી

આયુષ્માન ખુરાના ફની અને જેન્ટલમૅન છે : નુશરત ભરૂચા

‘ડ્રીમગર્લ’નાં કો-ઍક્ટર આયુષ્માન ખુરાનાની પ્રશંસા કરતાં નુશરત ભરૂચાએ જણાવ્યું હતું કે તે ખૂબ ફની અને જેન્ટલમૅન છે. આયુષ્માન અને નુશરતની જોડી પહેલીવાર આ ફિલ્મમાં જોવા મળશે. આ વર્ષે ૧૩ સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મને એકતાં કપૂરે પ્રોડ્યુસ અને રાજ શાંડિલ્યએ ડિરેક્ટ કરી છે. આયુષ્માનની પ્રશંસા કરતાં નુશરતે કહ્યું હતું કે ‘આયુષ્માન ફની વ્યકિત છે. લોકો જ્યારે તેની સાથે કામ કરશે ત્યારે જ એનો તેઓ અનુભવ લઈ શકશે. તેનામાં ગ્રેટ કૉમિક ટાઇમિંગ છે. તે સુપર ફની છે. સ્વીટની સાથે જ તે પૂરી રીતે જેન્ટલમૅન પણ છે. આ ફિલ્મમાં કામ કરવુ અમારા માટે અદ્ભુત અનુભવ રહ્યો છે.’

ayushmann khurrana bollywood news