બાલામાં પ્રોસ્થેટિક મેકઅપ બાદ પોતાના દાદા જેવો દેખાતો હતો આયુષ્માન

31 October, 2019 12:38 PM IST  |  મુંબઈ

બાલામાં પ્રોસ્થેટિક મેકઅપ બાદ પોતાના દાદા જેવો દેખાતો હતો આયુષ્માન

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે ‘બાલા’માં પ્રોસ્થેટિક મેકઅપ બાદ તે પોતાના દાદા જેવો દેખાતો હતો. આ ફિલ્મ એક એવી વ્યક્તિની છે જેના વાળ સમય પહેલાં ખરી જાય છે. એના માટે પ્રોસ્થેટિક મેકઅપ કરવો પડતો હતો. આ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘મેકઅપ બાદ હું એક અલગ વ્યક્તિ બની જતો હતો. હું મારી જાતને પણ ઓળખી નહોતો શકતો. મને લાગે છે કે હું મારા દાદા જેવો દેખાઉં છું, કારણ કે તેમને ખૂબ ઓછા વાળ હતા. હું એવા લોકોને દેખાડી શકીશ જેમના સમય પહેલાં વાળ ખરી જાય છે. આ બાબતમાં મારા પિતા નસીબદાર છે. તેઓ આવતા વર્ષે ૭૦ વર્ષના થઈ જશે અને તેમને આજે પ‌ણ માથામાં ભરપૂર વાળ છે.

આ પણ વાંચો : સિતારાઓની દિવાળી પાર્ટીમાંથી કેમ ગાયબ હતાં દીપિકા-રણવીર, જાણો કારણ

જોકે મને યાદ છે કે મારા દાદાને વાળની સમસ્યા હતી. એથી મારી સહાનુભૂતિ તેમની સાથે છે. શૂટિંગ દરમ્યાન પ્રોસ્થેટિક મેકઅપ કરવો ખૂબ અઘરો હતો. હું મારા વાળ પૂરી રીતે કાઢવા માટે તૈયાર હતો. જોકે અમે એમ ન કરી શક્યા, કેમ કે અમે ફિલ્મમાં વાળ ખરવાના વિવિધ તબક્કાને દેખાડવાના છીએ. દરરોજ મને તૈયાર થવામાં બેથી અઢી કલાક લાગતા હતા.’

ayushmann khurrana bollywood news