સિતારાઓની દિવાળી પાર્ટીમાંથી કેમ ગાયબ હતાં દીપિકા-રણવીર, જાણો કારણ

Published: Oct 30, 2019, 13:36 IST | મુંબઈ ડેસ્ક

આ બધાં વચ્ચે બે મોટા સિતારાઓ એવા હતા જે કોઈપણ પાર્ટીમાં જોવા મળ્યા નહીં.

દિવાળીના અવસરે દેશમાં એક અલગ જ રોનક જોવા મળી. સામાન્ય માનવીથી લઈને સેલેબ્સ સુધી બધા ખૂબ જ ધૂમધામથી આ તહેવાર ઉજવે છે. સોશિયલ મીડિયા પર પણ સેલેબ્સની દિવાળી પાર્ટીની તસવીરો છવાયેલી રહી. એકતા કપૂરનું ઘર હોય કે અમિતાભ બચ્ચન, અનિલ કપૂરના ઘરે. જેકી ભગનાનીના ઘરે, ટી સીરીઝની ઑફિસ, ધર્મા પ્રૉડક્શન હાઉસમાં પણ દિવાળી પાર્ટી રાખવામાં આવી. જેમાં ટીવીથી લઈને બોલીવુડ સુધીના લગભગ બધાં જ સેલેબ્સ સામેલ થયા. પણ આ બધાં વચ્ચે બે મોટા સિતારાઓ એવા હતા જે કોઈપણ પાર્ટીમાં જોવા મળ્યા નહીં.

 
 
 
View this post on Instagram

DP 2.0! Original तो ... मेरे पास है! ;) #twomuchtohandle @deepikapadukone @madametussauds

A post shared by Ranveer Singh (@ranveersingh) onMar 15, 2019 at 8:53am PDT

આટલી બધી પાર્ટીઓમાં અંબાણી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન સુધી બધાં સેલેબ્સ જોવા મળ્યા, પણ બોલીવુડની ચાર્મિંગ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તેનો પતિ રણવીર સિંહ ગાયબ હતા. તે કયા કારણસર કોઇ પણ પાર્ટીમાં સામેલ થયા ન હતા તે કારણ સામે આવી ગયું છે. પિન્કવિલાની રિપોર્ટ પ્રમાણેઆ વખતે રણવીર અને દીપિકાએ પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી. દરેક પાર્ટીમાં જતાં કપલે આ વખતે પરિવારવાળા સાથે દિવાળી ઉજવવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં દિવાળી સેલિબ્રેટ કરવા માટે દીપિકાના પપ્પા-મમ્મી અને બહેન ખાસ કરીને રણવીર સિંહના ઘરે આવ્યા હતા.

આ પણ વાંચો : જુઓ કેટરીના કૈફ સાથે કામ કરી ચુકેલી કિંજલ રાજપ્રિયાના મનમોહક અંદાજ

દીપિકા અને રણવીરના વર્કફ્રન્ટની વાત કરીએ તો બન્ને એકસાથે જોવા મળશે. દીપિકા હાલ છપાકની શૂટિંગ કરી રહી છે આ સિવાય તેણે તાજેતરમાં જ 'મહાભારત' સાઇન કરી છે આ ફિલ્મમાં તે દ્રોપદીનું પાત્ર ભજવશે. દીપિકા 'મહાભારત'ની કૉ-પ્રૉડ્યુસર પણ હશે. રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ તે '83'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં હશે. આ સિવાય તે 'જયેશભાઈ જોરદાર'માં પણ જોવા મળશે અને અક્ષય કુમારની 'સૂર્યવંશી'માં પણ તેનું ગેસ્ટ અપીયરન્સ હશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK