Avengers End Game અંગે મહત્વના સમાચાર, બનાવશે આ રેકોર્ડ

27 March, 2019 08:30 PM IST  | 

Avengers End Game અંગે મહત્વના સમાચાર, બનાવશે આ રેકોર્ડ

એવેન્જર્સ એન્ડ ગેમનું પોસ્ટર

એપ્રિલના મહિનામાં રિલીઝ થતી ફિલ્મો શાનદાર બિઝનેસ કરતી હોય છે. 27 એપ્રિલે રિલીઝ થયેલી રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2 - ધ કન્ક્લુઝને ભારતીય સિનેમામાં તરખાટ મચાવ્યો હતો. આ વર્ષે એપ્રિલમાં વધુ એક ફિલ્મ આવી રહી છે, જે ધમાકો કરસે. 26 એપ્રિલે Avengers End Game રિલીઝ થી રહી છે. આ ફિલ્મની રાહ આખી દુનિયા જોઈ રહી છે. હવે ફિલ્મને લઈ નવો ખુલાસો થયો છે.

મળતી માહિતી પ્રમાણે Avengers End Game માર્વેલની અત્યાર સુધીની સૌથી લાંબી ફિલ્મ હશે. આ ફિલ્મ 3 કલાક 2 મિનિટની હોવાની ચર્ચા છે. હોલીવુડની ફિલ્મોમ સામાન્ય રીતે દોઢથી પોણા બે કલાક લાંબી હોય છે. ત્યારે એવેન્જર્સની લંબાઈ દર્શકો માટે ચોંકાવનારી હોઈ શકે છે. ફિલ્મની લંબાઈને એક રેકોર્ડ મનાઈ રહ્યો છે. ફિલ્મની પ્રિક્વલ એવેન્જર્સ ઈન્ફિનિટી વૉર પણ 2 કલાક 40 મિનિટ લાંબી હતી. જો કે ભારતીય દર્શકોને આ લંબાઈથી મુશ્કેલી નહીં થાય, કારણ બોલીવુડની ફિલ્મો 2થી 3 કલાક લાંબી હોય છે.

એવેન્જર્સ એન્ડ ગેમમાં થેનોસ સામે આખરી જંગ લડશે એવેન્જર્સ

એવેન્જર્સ ઈન્ફિનિટી વૉરમાં માર્વેલ કોમિક્સના જેટલા પણ સુપર હીરોઝ છે, તે તમામ ભેગા થયા છે. એવેન્જર્સની ટીમે ગાર્ડિયન્સ ઓફ ગેલેક્સી સાથે મળીને ટાઈટન પરથી આવેલા થેનોસને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જે 6 ઈન્ફિનિટી સ્ટોન્સમાં જમા કરીને બ્રહ્માન્ડને ફરી સંતુલિત કરવાની કોસિશ કરતો હતો. જેમાંથી બે ઈન્ફિનિટી સ્ટોન્સ ધરતી પરથી હતા. એક સ્ટોન ડોક્ટર સ્ટ્રેન્જર પાસે જ્યારે બીજો વિઝન પાસે હતો. ફિલ્મમાં એવેન્જર્સ અને થેનોસ વચ્ચે જબરજસ્ત યુધ્ધ થાય છે, જે એવેન્જર્સ હારી જાય છે.

આ પણ વાંચોઃ માર્વેલ સ્ટુડીઓઝ એવેન્જર્સ : એન્ડગેમનું ટ્રેલર થયું રિલીઝ

2018માં એવેન્જર્સ ઈન્ફિનિટી વૉર 27 એપ્રિલે રિલીઝ થઈ છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત હિટ રહી હતી. રિલીઝના 13 દિવસમાં જ ઈન્ફિનિટી વૉરે 200.39 કરોડ રૂપિયાનું ઐતિહાસિક કલેક્શન કર્યું હતું. સાથે જ એવેન્જર્સ ઈન્ફનિટી વૉર ભારતમાં 200 કરોડનું કલેક્શન કરનારી પહેલી હોલીવુડ ફિલ્મ બની હતી. ફિલ્મે 222.69 કરોડનો બિઝનેસ ફક્ત ભારતમાંથી કર્યો હતો. એવેન્જર્સ ઈન્ફિનિટી વૉરે દુનિયાભરમાંથી કમાણી કરીને તહલકો મચાવ્યો હતો.

avengers hollywood news bollywood news