માર્વેલ સ્ટુડીઓઝ એવેન્જર્સ : એન્ડગેમનું ટ્રેલર થયું રિલીઝ

Mar 14, 2019, 21:23 IST

હોલીવુડ મોસ્ટ અવેઈટેડ ફિલ્મમાંની એક એટલે એવેન્જર્સ એન્ડગેમ જેનું ઑફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેની સાથે ફિલ્મ રિલીઝની તારીખ પણ આવી ગઈ છે.

માર્વેલ સ્ટુડીઓઝ એવેન્જર્સ : એન્ડગેમનું ટ્રેલર થયું રિલીઝ

હોલીવુડ મોસ્ટ અવેઈટેડ ફિલ્મમાંની એક એટલે એવેન્જર્સ એન્ડગેમ જેનું ઑફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેની સાથે ફિલ્મ રિલીઝની તારીખ પણ આવી ગઈ છે. ફિલ્મનો પહેલો ભાગ 4 મે 2018ના રિલીઝ થયો જ્યારે બીજા ભાગના રિલીઝની તારીખ 3 મે 2019 રહેશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાના બે કલાકમાં જ લગભગ અડધો મિલિયન વિવ્ઝ મેળવી લીધા છે.

ટ્રેલર રિલીઝ થયાને બે કલાક થયા છે ત્યાં તો ફિલ્મના ચાહકોની ભીડ જાણે કે આ ટ્રેલરને જોવા માટે ઉમટી પડી હોય તેવું જોવા મળે છે. ટ્રેલર 2 મિનિટ અને 26 સેકેન્ડનો છે ટ્રેલરની શરૂઆત વિરાન ભૂમિમાં પડેલ માનવને દર્શાવીને કરવામાં આવી છે. તે પોતાનું મુખોટું ઉતારીને જુએ છે. ત્યાર બાદ તે મુખોટા વિશેની વિશિષ્ટતા શું હોઈ શકે તે વિશેના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. એક એવું ગેજેટ બતાવાયું છે જેની ઉપર લખેલું છે કે, PROOF THAT TONU STARK HAS A HEART કદાચ તે સુપર એવેન્જર્સના એક્સિડેન્ટની ઘટના હતી અથવા કોઈ એવી લડત જેમાં આ એવેન્જર છૂટો પડ્યો અને આમ ટ્રેલર વર્તમાન અને ફ્લેશબેક બન્નેમાં સમાંતર ચાલે છે તેવું જોવા મળે છે.

આ પણ વાંચો : રાજામૌલીની અપકમિંગ ફિલ્મ 'RRR'માં દેખાશે અજય દેવગણ

ઉલ્લેખનીય છે કે ભારતમાં હોલીવુડ ફિલ્મમાં વીકએન્ડમાં ધૂમ મચાવનાર ફિલ્મ કેપ્ટન માર્વેલની કમાણી જોઈને ઈમ્પ્રેસ થયેલ એવેન્જર્સ એન્ડગેમના ડાયરેક્ટર ભારત આવવાના છે. આ વખતે ભારતમાં બોલીવુડ ફિલ્મોની સાથે હોલીવુડ ફિલ્મો પણ રેકૉર્ડ બનાવી રહી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK