આર્ટિકલ 15ને મ‍ળેલાં પ્રેમથી ખુશ આયુષ્માન

03 July, 2019 09:39 AM IST  |  મુંબઈ

આર્ટિકલ 15ને મ‍ળેલાં પ્રેમથી ખુશ આયુષ્માન

આર્ટિકલ 15

આયુષ્માન ખુરાનાની ‘આર્ટિકલ 15’ને મળી રહેલાં પ્રેમથી આયુષ્માન ખુરાના ખૂબ જ ખુશ છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલાં દિવસે ૫.૦૨ કરોડ, શનિવારે ૭.૨૫ કરોડ, રવિવારે ૭.૭૭ કરોડ અને સોમવારે ૩.૯૭ કરોડની સાથે ટોટલ ૨૪.૦૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ભારતના સંવિધાનની કલમ ‘આર્ટિકલ ૧૫’ પર બનેલી આ ફિલ્મના ઘણાં વખાણ કરવામાં આવી રહ્યાં છે, તો ઘણી જગ્યાએ એનો વિરોધ પણ થયો છે.

આ પણ વાંચો : ગૌહર ખાનઃ બોલ્ડ અને બ્યૂટીફુલ એક્ટ્રેસની જાણો અજાણી વાતો

જોકે આ વિરોધ હવે શાંત થઈ ગયો છે. આ ફિલ્મ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘ઇન્ડિયાના યુવાનો માટે ‘આર્ટિકલ 15’ ખૂબ જ મહત્ત્વની ફિલ્મ છે. ફિલ્મના ઓપનિંગ વીકએન્ડમાં એને જે પ્રેમ મળ્યો છે એ જોઈને મને ખૂબ જ ખુશી છે.’

ayushmann khurrana bollywood news