મારા માટે દબંગ ૩ એક મોટી જવાબદારી છે : અરબાઝ ખાન

20 April, 2019 12:16 PM IST  | 

મારા માટે દબંગ ૩ એક મોટી જવાબદારી છે : અરબાઝ ખાન

અરબાઝ ખાન

અરબાઝ ખાનનું કહેવું છે કે ઍક્શન-કૉમેડી ડ્રામા ‘દબંગ ૩’ તેના માટે મોટી જવાબદારી છે. સલમાન ખાન સાથે આ ફિલ્મમાં અરબાઝ અને સોનાક્ષી સિંહા પણ જોવા મળશે. અરબાઝ આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી રહ્યો છે. અરબાઝ ZEE5ની એક વેબ-સિરીઝ ‘પૉઇઝન’માં પણ જોવા મળવાનો છે. આ વેબ-સિરીઝનું ગઈ કાલે પ્રીમિયર થયું હતું. સાથે જ તે ‘પિન્ચ બાય અરબાઝ ખાન’ ટૉક-શોમાં પણ કામ કરી રહ્યો છે. આ રીતે તે એકસાથે અનેક વસ્તુઓ પર કામ કરી રહ્યો છે. પોતાના પ્રોજેક્ટ વિશે અરબાઝે કહ્યું હતું કે ‘હું એમ નથી કહેતો કે ‘પૉઇઝન’માં કામ કરવું સરળ હતું. ‘દબંગ ૩’ પર મારે વધારે ધ્યાન આપવાનું હોય છે, કારણ કે હું એમાં કામ કરી રહ્યો છું અને સાથે જ એને પ્રોડ્યુસ પણ કરી રહ્યો છું. હું સાથે જ સલમાન સાથેના કો-ઑર્ડિનેશન અને અન્ય કામને પણ જોઉં છું. ‘પૉઇઝન’માં કામ કરતી વખતે મારે મારા કૅરૅક્ટર પર જ વધુ ધ્યાન આપવાનું હોય છે.

આ પણ વાંચો : કૅટરિનાએ સ્ટ્રીટ ડાન્સર ૩D છોડવા પહેલાં મને ફોન કરીને કહ્યું હતું : વરુણ ધવન

ટૉક-શો હોસ્ટ કરવો એ સરળ કામ લાગે છે. એ શોના દરેક એપિસોડનું શૂટિંગ હું એક અથવા બે કલાકમાં પૂરું કરું છું એથી મારા માટે એ મોટી બાબત નથી. જોકે એક વાત તો નક્કી જ છે કે ‘દબંગ ૩’ મોટી જવાબદારી છે.’

arbaaz khan dabangg 3 bollywood news Salman Khan