કૅટરિનાએ સ્ટ્રીટ ડાન્સર ૩D છોડવા પહેલાં મને ફોન કરીને કહ્યું હતું : વરુણ ધવન

સોનિલ દેઢિયા | Apr 20, 2019, 12:04 IST

વરુણ ધવનનું કહેવું છે કે ‘સ્ટ્રીટ ડાન્સર ૩D’ને છોડતાં પહેલાં કૅટરિના કૈફે તેને ફોન કરીને એ વિશે જણાવ્યું હતું.

કૅટરિનાએ સ્ટ્રીટ ડાન્સર ૩D છોડવા પહેલાં મને ફોન કરીને કહ્યું હતું : વરુણ ધવન
વરુણ ધવન

વરુણ ધવનનું કહેવું છે કે ‘સ્ટ્રીટ ડાન્સર ૩D’ને છોડતાં પહેલાં કૅટરિના કૈફે તેને ફોન કરીને એ વિશે જણાવ્યું હતું. રેમો ડિસોઝાની આ ફિલ્મમાં તેઓ બન્ને સાથે કામ કરવાનાં હતાં. આ બૉલીવુડની પહેલી ફિલ્મ છે જેને ૩Dમાં શૂટ કરવામાં આવશે. આ પહેલી ફિલ્મ હતી જેમાં તેઓ બન્ને સાથે કામ કરવાનાં હતાં. જોકે કૅટરિનાએ અચાનક ફિલ્મ છોડી દેતાં આ માટે શ્રદ્ધા કપૂરને પસંદ કરવામાં આવી છે. પ્રિયંકા ચોપડા જોનસે ‘ભારત’ને છોડી દેતાં કૅટરિનાને પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મની તારીખો સાથે ‘સ્ટ્રીટ ડાન્સર ૩D’ની તારીખો મિક્સ થવાથી તેણે ફિલ્મ છોડી હતી. આ વિશે વધુ જણાવતાં વરુણે કહ્યું હતું કે ‘અમારા માટે સાથે કામ કરવાની આ સુંદર તક હતી, પરંતુ તારીખોને કારણે એ શક્ય નથી બન્યું. તે આ ફિલ્મ કરવા માટે ખૂબ જ ઉત્સુક હતી અને તેણે અમને આ ફિલ્મના શેડ્યુલને પોસ્ટપોન કરવા પણ કહ્યું હતું. જોકે ઘણીબધી તૈયારીઓ થઈ ગઈ હોવાથી એ શક્ય નહોતું.’

આ પણ વાંચો: ફાઈનલી 19 વર્ષ બાદ શરૂ થશે 'હેરા ફેરી', પાછા ફરશે બાબુરાવ 1

આ ફિલ્મને અડધેથી છોડતાં વરુણ તેનાથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ વિશે પૂછતાં વરુણે કહ્યું હતું કે ‘તેણે મને ફોન કરીને કહ્યું હતું કે તે આ ફિલ્મ કેમ છોડવા માગે છે. આ તેની મૅચ્યોરિટી અને બીજા પ્રત્યેનો રિસ્પેક્ટ દેખાડે છે. મારા માટે આ ખૂબ જ મહત્વનું છે. અમે ભવિષ્યમાં જરૂર ફરી સાથે કામ કરીશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK